પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને 30 લાખની સામે 1.45 કરોડ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: બે સામે ફરિયાદ હળવદના ચુપણી ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના કૌટુંબિક ભાઈજીને ધોકા વડે માર માર્યો: મારી નાખવાની ધમકી હળવદના ડુંગરપુર ગામે પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર ગામે પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદના ડુંગરપુર ગામે પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતી પરણીતાએ પ્રેમ લગ્ન કરેલા હોય તે પોતાના વતન ડુંગરપુર ગામે તેના પતિ સાથે કારમાં ગઈ હતી ત્યારે પરણીતાના ભાઈએ તેને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ હળવદ તાલુકાના ડુંગરપુર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા લતાબેન અનિલભાઈ આકરીયા (27)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશ્વિન હનુભાઈ વિઠલાપરા રહે. ડુંગરપુર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તેઓએ સાતેક વર્ષ પહેલા અનિલભાઈ આકરિયા સાથે પ્રેમ લગ્ન કરેલ છે અને તે બાબતનો ખાસ રાખીને તેઓના મોટાભાઈ આરોપી અશ્વિનભાઈતા. 9/7 ના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં ફરિયાદી તથા તેમના પતિ કાર લઈને ડુંગરપુર ગામે આવ્યા હતા ત્યારે લાકડાના ધોકો લઈને ત્યાં આવીને ફરિયાદી તથા તેના પતિને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના ભાઈની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

વૃદ્ધ સારવારમાં

વાંકાનેર તાલુકાના લૂણસર ગામે રહેતા પ્રેમજીભાઈ રતનસીભાઈ ગઢીયા (72) નામના વૃદ્ધે કોઈ કારણોસર પોતે પોતાના ઘરે અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા દાનસિંગ ગુલસિંગ નીનામા (40) નામના યુવાનને કોઈ કારણોસર ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે 






Latest News