મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે વાડીએ દાતરડાનો ઘા ઝીકિને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE









હળવદના નવા માલણીયાદ ગામે વાડીએ દાતરડાનો ઘા ઝીકિને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં આધેડને તેની પત્ની સાથે બોલાચાલી થઈ હતી ત્યારે આવેશમાં આવીને આધેડે તેની પત્નીને છાતીના ભાગે દાતરડાનો ઘા ઝીકિ દીધો હતો જેથી મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ મૃતક મહિનાના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના દીકરાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાની હત્યા કરનારા તેના પતિની સામે ગુનો નોંધીને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં મગનભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રહેવાસી વરસીભાઈ નાયકા તેઓના પત્ની માસુડીબેન તથા દીકરા અને દીકરાની વહુ સાથે રહેતા હતા દરમિયાન કોઈ કારણોસર વરસીભાઈને તેઓના પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારે વરસીભાઈએ તેની પત્નીને છાતીને ભાગે દાતરડાનો ઘા મારી દીધો હતો જેથી માસુડીબેન (55) નું મોત નીપજ્યું હતું ત્યાર બાદ મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, આધેડે તેની પત્નીને છાતીના ભાગે દાતરડું મારીને રાત્રિના સમયે હત્યા કરી નાખી હતી ત્યારબાદ ત્યાંથી ભાગી જવાના બદલે આખી રાત તે પોતાની પત્નીની લાશ પાસે બેઠા રહ્યા હતા અને બીજા દિવસે સવારે વાડીએ અન્ય શ્રમિક આવ્યા ત્યારે મહિલાની હત્યા થઈ હોવાની માહિતી સામે આવી હતી. હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરા રોહિતભાઈ વરસીભાઈ નાયક (25)ની ફરિયાદ લઈને મૃતક મહિલાના પતિ વરસીભાઈ જાડિયાભાઈ નાયક સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસ ગણતરીની કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News