મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ચુપણી ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના કૌટુંબિક ભાઈજીને ધોકા વડે માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE









હળવદના ચુપણી ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના કૌટુંબિક ભાઈજીને ધોકા વડે માર માર્યો: મારી નાખવાની ધમકી

મોરબીમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટી ખાતે રહેતા વૃદ્ધ ચુપણી ગામે કામ સબબ ગયા હતા અને તેઓના કાકાના દીકરાની દીકરીએ ચુપણી ગામના યુવાન સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે બાબતનો ખાર રાખીને વૃદ્ધને ગાળો આપવામાં આવી હતી અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તથા જાનઠી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં સર્કિટ હાઉસ પાસે આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા કેશવલાલ રામજીભાઈ ચાવડા (67) એ ઉકાભાઇ દુદાભાઈ મકવાણા રહે.ચૂપણી વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના કાકાના દીકરા જયંતિભાઈની દીકરીએ ચૂપણી ગામ રહેતા આરોપીના ભાઈના દીકરા પ્રદીપભાઈની સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે બાબતનો ખાર રાખીને ફરિયાદી ચૂપણી ગામે સબ સ્ટેશન પાસે હતા ત્યારે આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપીએ લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા પગના ભાગે તથા વાસના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News