હળવદના સરંભડા ગામે કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવતી નું મોત
હળવદ ધનાળા રોડે આખલો આડો આવતા થાંભલા સાથે બાઇક અથડાતા ઇજા પામેલ વૃદ્ધનું મોત
SHARE
હળવદ ધનાળા રોડે આખલો આડો આવતા થાંભલા સાથે બાઇક અથડાતા ઇજા પામેલ વૃદ્ધનું મોત
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા વૃદ્ધ બાઈક લઈને ધનાળા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે તેના બાઈકના આડે આખલો ઉતર્યો હતો જેને તારવવા જતા રોડ સાઈડના થાંભલા સાથે બાઈક અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો અને ઈજા પામેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા ઘનશ્યામભાઈ જેતિંગભાઈ કણજારીયા (59) નામના વૃદ્ધ ધનાળા રોડ ઉપર આવેલ આઠ નાલા પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકના આડે આખલો ઉતર્યો હતો અને તે આખલાને તારવવા જતા રોડ સાઇડના થાંભલા સાથે તેઓનું બાઈક અથડાયું હતું અને અકસ્માત થયો હતો અકસ્માતના બનાવમાં ઘનશ્યામભાઈને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની પ્રથમ મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી આ બનાવની ત્યાં જાણ કરવામાં આવી છે
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા અમિતાબેન લલિતભાઈ રાઠવા (18) નામની યુપીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે
બાઇકે હડફેટે લેતા અકસ્મત
મોરબીના લાલપર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ સામેથી રોહિત ગણાવા (30) નામનો મૂળ એમપી નો રહેવાસી યુવાન ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા યુવાનને જમણા પગના ભાગે ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગરાતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બના અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા ગૌતમભાઈ રામજીભાઈ ભંખોડીયા (33) નામના યુવાનને જુના ઝઘડાનો ખાર રાખીને મનસુખભાઈ પરમાર તથા મોતીભાઈ ચકુભાઈ એ માર મારતા ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આબનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી