મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE









હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત

હળવદ તાલુકાના કોયબા ગામે તળાવમાં કોઈપણ કારણસર ડૂબી જવાના કારણે આધેડનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

મૂળ છોટા ઉદયપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના કોયબા ગામ વિસ્તારમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા અર્જુનભાઈ બીજલભાઇ તડવી (55) નામના આધેડ કોઈપણ કારણોસર કોયબા ગામ પાસે આવેલ તળાવમાં પાણીમાં ડૂબી ગયા હતા જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીના ઘૂટું ગામે રહેતા દિનેશભાઈ બચુભાઈ મકવાણા (42)ને ઘરે તેના દીકરા સુનિલ સાથે બોલાચાલી થઈ હતી ત્યાર બાદ તેને લોખંડના પાઇપ વડે માર મારતા ઈજા થવાથી દિનેશભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ  બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી

મારા મારી

મોરબીમાં પાડાપુલ નીચેના ભાગમાં રહેતા મહેશભાઈ દીપકભાઈ દેલવાડીયા (22) નામના યુવાનને તેના પિતાએ માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

માર માર્યો

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા કાસમભાઈ હાસમભાઈ ભટ્ટી (20) નામના યુવાનને લાલબાગ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.




Latest News