માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન-સુપરવાઈઝરની ભરતી માટે ખાસ શિબિરોનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં સરકારી લેણાંની વસુલાત ઝડપી-અસરકારક કાર્યવાહી કરવાની કડક સૂચના આપતા કલેક્ટર


SHARE











મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં સરકારી લેણાંની વસુલાત ઝડપી-અસરકારક કાર્યવાહી કરવાની કડક સૂચના આપતા કલેક્ટર

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અઘ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા સંકલન સમિતિના ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદ અને ધારાસભ્યઓ દ્વારા જનહિત માટે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અન્વયે કાર્યક્ષમ કામગીરી કરવા જિલ્લા કલેક્ટરએ વહીવટી તંત્રના તમામ અધિકારીઓને કડક સૂચના આપી હતી.

આ બેઠકની શરૂઆતમાં જ કલેક્ટરએ જિલ્લાની તમામ કચેરીઓમાં ૧૦:૩૦ પહેલા તમામ અધિકારી અને કર્મચારીઓ હાજર થઈ જાય અને ૧૦:૩૦ સુધીમાં કચેરીની કામગીરી શરૂ થઈ જાય તથા સાંજે ૦૬:૧૦ સુધી કામગીરી શરૂ રાખી ૦૬:૧૦ પહેલા કોઈ પણ અધિકારી કે કર્મચારીઓ કચેરી ન છોડે તે માટે તમામ કચેરીઓના વડાઓને તકેદારી રાખવા ગંભીરતાપૂર્વક તાકીદ કરી હતી. જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓને સરકારી લેણાંની વસુલાત માટે કાયદાકીય જોગવાઈ હેઠળ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવા કલેક્ટરએ સૂચના આપી હતી.

મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમો માટે પાણીની વ્યવસ્થા અંગે તેમણે પૃચ્છા કરી ઔદ્યોગિક પાણી જોડાણ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માટે તથા જિલ્લામાં મામલતદાર કચેરી સિવાય અન્ય તમામ ઉપલબ્ધ આધારકાર્ડની કીટનો લોકહિતાર્થે ઉપયોગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ તેમણે  સૂચન કર્યા હતા. માળીયા તાલુકામાં વરસાદી સીઝનમાં સર્જાતી પરિસ્થિતિ નિવારવા સબંધિત વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિતના અધિકારી હાજર રહ્યા હતા.






Latest News