લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ


SHARE





મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ

હજુ પણ મહિલાઓને કેટલાક પૂર્વગ્રહો અને નારીનું ગરીમાં ન જળવાઈ એવી હીન માનસીકતાનો સામનો કરવો પડતો હોવાથી વધુને વધુ સ્ત્રી સશક્તિકરણની જરૂર હોવાથી મહિલા સશક્તિકરણ અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલાઓને વૈચારિક મનોમંથન માટે પૂરતું મંચ પૂરું પાડવા નૂતન પહેલ કરી છે. જેમાં આગામી 21મી માર્ચે સ્કાય મોલ ખાતે સાંજે 'વુમન્સ લીડરશીપ કોન્કલેવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં પ્રથમ વખત મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આયોજિત થનાર વુમન્સ લીડરશીપ કોન્કલેવથી અંગે વિસ્તૃત માહિતી આપતા યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા અગ્રણી ધરતીબેન બરાસરાએ જણાવ્યું હતું કે, હાલમાં મોરબીમાં અનેક મહિલા સંગઠનો માત્ર મહિલાઓના વિકાસ માટે જ નહીં સમાજના સર્વાંગી વિકાસ માટે ભારે પ્રવૃત્તિશીલ છે અને મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અનન્યના કામગીરી કરી રહ્યા છે. પરંતુ તે ઘણીવાર અમુક સ્પર્ધાઓ કે મર્યાદિત પ્રવૃત્તિઓ સુધી સીમિત રહે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તમામ મહિલા સંસ્થાઓને એક જ મંચ અને નેજા હેઠળ લાવીને તેમના વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે. જેનાથી મોરબીના વિકાસ માટે મહિલાઓ વધુ સારા કાર્યો કરી શકે અને એકબીજાના વિચારો જાણી શકે.

આ અંગે રંજનબેને જણાવ્યું હતું કે, આ કોન્કલેવમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા લીડરશીપ અને અન્ય વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. મહિલાઓ પોતાના મુંઝવતા પ્રશ્નો પણ અહી રજૂ કરી શકશે અને તજજ્ઞો દ્વારા તેનું સ્થળ પર જ નિવારણ કરવામાં આવશે. તો વિશાખાબેને આ પ્લેટફોર્મના ફાયદાઓ વિશે જણાવતા કહ્યું કે, જ્યારે આટલી બધી મહિલાઓ એક સાથે મળશે ત્યારે વિચારોના આદાન-પ્રદાનથી તેમની અંદર રહેલી નેતૃત્વ ક્ષમતા (લીડરશીપ ક્વોલિટી) બહાર આવશે. ભવિષ્યની તકોને ઓળખીને તેઓ પોતાના જીવન, પરિવાર અને બાળકોને કઈ રીતે આગળ વધારી શકે તે માટેનું આ એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો આ પ્રયાસ છે. આ પોગ્રામની વધુ વિગત માટે ધરતીબેન (9825941704)નો સંર્પક કરવા જણાવ્યુ છે.




Latest News