ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ધોળેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિતે  અનેક પરિવારોનાં સૂરાપૂરાનું થાય છે પરંપરાગત પૂજન


SHARE







વાંકાનેરનાં ધોળેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિતે  અનેક પરિવારોનાં સૂરાપૂરાનું થાય છે પરંપરાગત પૂજન

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ ધોળેશ્વર મહાદેવ ખાતે અનેક પરિવારોનાં સૂરાપૂરા દાદા બિરાજે છે, કાળી ચૌદશ નિમિતે પરિવારજનો દ્વારા પરંપરાગત પૂજન અર્ચન કરવાનું ધાર્મિક મહાત્મ્ય રહેલું છે.

ડુંગરાળ વિસ્તાર વચ્ચે પ્રાકૃતિક સૌંદર્ય સભર ધોળેશ્વર મંદિર આસપાસ અનેક પરિવારોનાં સૂરા પૂરા દાદાનાં વર્ષો પહેલાંનાં "પાળીયા" બિરાજમાન છે, કાળી ચૌદશ નિમિતે સૂરાપૂરા દાદાનું પૂજન અર્ચન કરવાની પરંપરા છે, પેઢી દર પેઢી અનેક પરિવારજનો કાળી ચૌદશનાં દિવસે અહીં પૂજન અર્ચન કરી ગોળ ચોખાનો પ્રસાદ લે છે, અહીં ભટ્ટી પરિવાર, મકવાણા પરિવાર, સુખડીયા ગોયાણી પરિવાર, ત્રિવેદી પરિવાર, પરમાર પરિવાર, સતી માતા, વીરમીયા પરિવાર, ત્રેટીયા  રાવલ કુટુંબનાં મીઠા બાપા,  તન્ના પરિવાર, સમસ્ત રાધનપરા બારભાયા પરિવાર સહિત અનેક પરિવારોનાં સૂરાપૂરા દાદા બિરાજે છે, અને કાળી ચૌદશનાં દિવસે દરેક પરિવારો દ્વારા પેઢી દર પેઢી થી સૂરાપૂરા દાદાનું પૂજન કરવામાં આવે છે.






Latest News