ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન અને મહા આરતીનો ભક્તોએ લાભ લીધો


SHARE







આજે ઘણા ગામડા અને શહેરોમાં બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવી નથી જો કે, મોરબી નજીકના બગથળા ગામે આજે બેસતા વર્ષની ઉજવણી કરાઇ છે અને નવા વર્ષનો પ્રારંભ મોટાભાગે લોકો દેવદર્શન કરીને તેમજ વડીલો સહિતનાઓના આશીર્વાદ મેળવીને કરતા હોય છે અને ત્યારે એક મેકને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવતા હોય છે મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ નકલંક ઘોડા વાળાના મંદિરે આજે આન્નકુંટ દર્શન અને મહા આરતી રાખવામા આવી હતી જો કે, મહા પ્રસાદનું આયોજનને કોરોનાના લીધે રદ્દ કરવામાં આવ્યું છે 

મોરબી નજીકના બગથળા ગામે દર વર્ષે  ગ્રામજનોના સહકારથી અન્નકૂટ દર્શન, મહા આરતી અને મહા પ્રસાદનું મંદિરના મહંત દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે જો કે, કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે વર્ષો જૂની પરંપરામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આજે બગથળા ગામે બેસતા વર્ષની ઉજવણી સાથે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન, મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગથળા ગામ અને તેની આસપાસના ગામોના લોકો તેમજ અહીથી ધંધા રોજગાર માટે બહાર ગામ ગયેલા લોકો પણ નકલંક દાદાના દર્શન કરવા માટે આજે બગથળા ગામે આવ્યા હતા આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો નકલંક મંદિરે આવતા હોય છે જેથી ત્યાં સ્નેહમિલન જેવું વાતાવરણ પણ જોવા મળે છે જો કે, આ વર્ષે અન્નકૂટ દર્શન, મહા આરતીનો તમામ લોકોએ સરકારની ગાઈડ લાઇન મુજબ લાભ લીધે હતો અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા આ મંદિરના મહંતના કેહવા પ્રમાણે નકલંક મંદિરની સ્થાપના ૨૦૦ વર્ષ પૂર્વે કરવામાં આવી છે ત્યારથી જ દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહા પ્રસાદ રાખવામા આવે છે જેનો આસપાસના ગામના હજારો લોકો લાભ લેતા હોય છે જો કે, આ વર્ષો જૂની પરંપરા હાલમાં કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષ  પણ પ્રસાદ રદ્દ કરવામાં આવેલ છે

 બીલીયા , બગથળા, બરવાળા, મોડપર, માણેકવાડા, નાની વાવડી, મોટી વાવડી, પંચાસર, શારદા નગર, જેપુર, ખેવારીયા, ગોર ખીજડીયા સહીત ૧૦૦ જેટલા ગામોમાંથી લોકો નકલંક દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે આટલું જ નહિ રાજકીય પક્ષના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો પણ નકલંક દાદાના દર્શન કરવા માટે બેસતા વર્ષના દિવસે અચૂક આવે છે અને દાદાના આશીર્વાદથી તેમના દુખ દૂર થાય છે અને ખાસ કરીને નવા વર્ષમાં દરેક લોકો નકલંક દાદાના દર્શન કરીને તમામ લોકોને દાદા શરીર સુખ આપે તેવી પ્રર્થના કરતા હોય છે આની સાથોસાથ આજે મંદિરના મહંત સહિતના લોકોએ દેશ અને દુનિયા કોરોનાથી મુક્ત થાય તેના માટે પણ પ્રાર્થન કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, નકલંક દાદાની કૃપાથી આ પંથકમાં લોકોની ખુબ જ પ્રગતિ થયેલી છે ત્યારે આગામી વર્ષમાં દાદાની તમામ ભગતો પર અને આસપાસના ગામો પર કૃપા બની રહે તેવી પ્રાથના કરી છે તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડતા જળવાઈ રહે તે માટે શુભેચ્છા મંદિરના મહંત દામજી ભગતે પાઠવી હતી

ચાલુ વર્ષે કોરોના સહિતની ઘણી બધી હેરાન ગતિનો લોકોએ સામનો કર્યો છે જેથી કરીને ઘણા લોકોના બજેટ વેરવિખેર થઈ ગયા છે ત્યારે મંદી અને મોંઘવારી દૂર થયા  અને ધંધા, રોજગાર જે હાલમાં પડી ભંગિયા છે ત્યારે આજથી સારું થતા નવા વર્ષમાં એક મેકને શુભેચ્છા આપતા સહુ કોઈએ એવી આશા અને અપેક્ષ વ્યક્ત કરી હતી કે આગામી વર્ષમાં આવા દિવસો અને આવી હેરાન ગતિ પછી ના આવે તો સારું અને સારા ધંધા રોજગાર નીકળે તે માટે નકલંક દાદા પ્રાથના કરી હતી






Latest News