મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના રાતાભેર-રણમલપુરમાં  સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો


SHARE









હળવદના રાતાભેર-રણમલપુરમાં  સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી નિયમાનુસાર કરવામાં આવતી હોય છે. હળવદ તાલુકાના રાતાભે ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, સેવા સેતુ અને એક પેડ માં કે નામ વિશે લોકોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત રણમલપુર ગામમાં લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં લોકગીતોનો ગ્રામ સરપંચ, ૨૦૦ થી વધુ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો. તેમજ કાર્યક્રમના અંતે લોક કલાકાર શ્રી ધીરૂભા ભૂરાભા ગઢવીને રાતાભે ગ્રામ પંચાયત અને રણમલપુર ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.




Latest News