મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે આવેલ કારખાનામાં ઘર પાસે દાઝી ગયેલ બાળકનું સારવારમાં મોત


SHARE















ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ કારખાનામાં ઘર પાસે બાળક રમતો હતો ત્યારે ગરમ પાણી માથે પડતા તે બાળક દાઝી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ રોક્ષ્વેલ ફેક્ટરીમાં રહેતા અને મજૂરી કામ કરતા હિતેશભાઈ પારગીનો બે વર્ષનો દીકરો પારસ ગત તા. 15/9 રાત્રીના 9:30 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે રમતા રમતા ગરમ પાણી તેના માથે પડતા તે બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી કરીને તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તા. 4/11 ના રોજ તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News