વાંકાનેર તાલુકાના કણકોટ પાસે કુવામાં ઇકો કાર ખાબકતા અમદાવાદના એક જ પરિવારના ચાર સભ્યોના મોત
મોરબીની આયુષ હોસ્પીટલમાં હાર્ટ એટેકમાં સ્ટેન્ટ (બલૂન) મૂકવાની સારવાર પણ ઉપલબ્ધ
SHARE









મોરબીની આયુષ હોસ્પીટલમાં હાર્ટ એટેકમાં સ્ટેન્ટ (બલૂન) મૂકવાની સારવાર પણ ઉપલબ્ધ
કોઈ દર્દીને છાતીમાં દુઃખાવો થાય કે તરત જ આપણા ને હૃદય ના હુમલા ની બીક લાગે કે ક્યાક મારા સ્વજનને હૃદય નો હુમલો ( હાર્ટ એટેક) તો નહી હોય ને…??? આવા સમયે દર્દી નું ચોક્કસ નિદાન થાય અને ઝડપથી સારવાર મળે એ ખુબજ અગત્યનું હોય છે તો આવો આપણે એના માટે હૃદયના હુમલા ( હાર્ટ અટેક) ને સમજીએ…
હાર્ટ એટેક એટલે હૃદય ની નળી બ્લોક થવી. હૃદય ને બ્લડ સપ્લાય કરતી ધમની જ્યારે કોઈ કરણો સર સાંકડી થય જાય ત્યારે હૃદય ને લોહી મળતું બંધ થઈ જાય એને હાર્ટ એટેક કહેવાય છે. આવા સમયે આ ધમની ને તાત્કાલિક ખોલવી જરૂરી બની જાય છે . જેટલી મોડું થાય તેટલું હૃદય ને કાયમી નુકસાન થવાની શક્યતા અથવા તો મૃત્યુ થઇ સકે છે. આ સાંકડી થઈ ગયેલી ધમની ને પાછી મૂળ સ્થિતિ માં લાવવા માટે હૃદય માં સ્ટેન્ટ (બલુન) મુકવામાં આવે છે. જેને એન્જીયોપ્લાસ્ટી કહેવામાં આવે છે. આ એન્જીયોપ્લાસ્ટી કરવા માટે સુપર સ્પેશીયલ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર અને કૅથ લેબ જેવા અત્યંત આધુનિક મસીનની જરૂર પડે છે.
મોરબીજનો માટે સારા સમાચારએ છે કે આવા હૃદયના હુમલાની સારવાર હવે મોરબીની આયુષ સુપર સ્પેશિયલટ હોસ્પીટલમાં ઉપલબ્ધ છે અહીંયા ડૉ.લોકેસ ખંડેલવાલ- ડીએમ કાડિર્યોલોજીસ્ટ અને પીલીપ્સ કંપનીની અધતન કૅથ લેબ ૨૪/૭ ચાલુ છે. જેથી ઇમરજન્સીનીના સમયમાં બિલકુલ ટાઈમ બગાડ્યા વગર તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે જે ખુબ સારી બાબત છે અને ડૉ. ચેતન અઘારાના જણાવ્યા મૂજબ આ પ્રકારની હૃદયના હુમલાની સારવારમાં કાર્ડ અને આયુષમાન કાર્ડ ધારાવતા દર્દીઓ માટે તદ્દન નિશુલ્ક છે. અત્યાર સુધી માં મોરબીની આ આયુષ સુપર સ્પેશીયલીટી હોસ્પીટલમાં ૬૦ થી વધારે દર્દીઓને PAMI એટલે કે ઇમરજન્સીમાં હૃદયના હુમલાની તાત્કાલિક સારવાર સ્ટેટ (બલુન) મુકવાની ની:શુલ્ક સારવાર લઈ ચૂક્યા છે.
વધુમાં ડૉ. ચેતન આઘારા ના જણાવ્યા મુજબ પેસ- મેકર ની સુવિધા પણ આયુષ સુપર સ્પેશિયલ હોસ્પીટલ મા ઉપલબ્ઘ છે. ડબલ ચેમ્બર પેસ- મેકર્ એ ઘણી જટીલ પ્રોસિજર છે જે રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ અમુક મર્યાદિત હોસ્પિટલમાં જ આ સારવાર મળે છે આવા પ્રકારની સારવાર અહી ઉપલબ્ઘ છે. માટે સંપૂર્ણ સૌરાષ્ટ્ર માંથી દર્દી ઓ માં કાર્ડ માં ડબલ ચેમ્બર પેસ- મેકરની સારવાર માટે મોરબી ખાતે આયુષ સુપર સ્પેશિયલસ્ટ હોસ્પીટલમાં આવે છે. આમ, મોરબી જનો માટે ખુબ જ ખુશીના સમાચાર છે કે આપણા ઘર આંગણે આવા સુપર સ્પેશિયલસ્ટ ડોક્ટર અને કૅથ લેબ નિ સુવિધા મળે છે અને લોકો નવ-જીવન મળે છે
