માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

નાના ધંધાર્થીઓને લોન દેવામાં બેંકોના ઠાગાઠૈયા મુદ્દે રજુઆત કરતું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE

















નાના ધંધાર્થીઓને લોન દેવામાં બેંકોના ઠાગાઠૈયા મુદ્દે રજુઆત કરતું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ

નાના ધંધાર્થીઓને લોન દેવામાં બેંકોના દ્રારા ઠાગાઠૈયા કરીને હેરાન કરવામાં આવતા હોય આ મુદ્દે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલ છે.

બેંકોને મોટા ઉદ્યોગપતિઓ કેજે કરોડો રૂપિયાની લોન લઇને દેશ છોડીને ફરાર થઇ જાય કે પૈસા ડુબાડે તેવા ઉદ્યોગપતિઓને લોન દેવામાં વાંધો નથી પરંતુ ગરીબ અને નાના ધંધાર્થીઓ કે જે અર્થતંત્રને મજબુત કરવાનું કામ કરે છે તેને લોન આપતા નથી..! અને જો બેંક દ્રારા નાના ધંધાર્થીઓની લોન મંજુર થાય તો તે પણ પચાસ હજારથી બે-ત્રણ લાખ રૂપિયાની જ લોન મંજુર થાય અને  આપવામાં પણ ઠાગાઠૈયા કરે છે. મોટી લોન લઇને મોટા ઉદ્યોગરતિઓ ભલે દેશ મુકીને ભાગી જાય પણ નાના માણસોને ધંધાની લોન આપવામાં આવતી નથી.આવા નાના વેપારીઓ તેમજ ધંધાર્થીઓની દિવાળી બગડી ગઇ છે.ઓછી રકમની લોન બાબતે સ્થાનિક તપાસ કરવાનો બેંક અધિકારી પાસે સમય નથી.! મોરબી જીલ્લામાં આવા કેટલાક લાભાર્થીઓને લોન આપી નથી અને તે બાબતે મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ આરબીઆઇમાં રજુઆત કરેલ છે.સરકાર લધુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઉધોગ ખાતા તરફથી લાભાર્થીની સંપુર્ણ ચકાસણી કરીને જે તે બેંકને ભલામણ કરે છે.જેથી બેરોજગારીની યાદીમાંથી લાભાર્થીનું નામ નીકળી જાય છે. પરંતુ જાણવા મળેલ છે કે મોરબીની બેંકો આવા નાના ઉદ્યોગ માટે માંગેલી લોનની અરજી લેવામાં આનાકાની કરે છે તેવું લોકમુખે ફરીયાદો પણ ગ્રાહક સુરક્ષા મંડળને મળેલ છે.બેંકને કરોડો રૂપિયાની લોન દેવામાં રસ છે.શા માટે રસ છે તે ભગવાન જાણે પણ જેના કાગળો સાચા છે અને ઉધોગ શાખાએ પ્રમાણિત કરેલ છે અને નાની રકમથી ધંધો કરવો છે એને લોન આપવા માટે બેંકના તપાસ અધિકારીને ફુરસદ નથી..! લાભાર્થીઓ બેંકના ધકકા ખાય છે ધનતેરસના ધંધાના મુર્હુત હતુ તેવા નાના લાભાર્થીઓની બેંકે દિવાળી બગાડી નાખી છે. કરોડોની લોન લેનાર માટે જાણવા મળ્યુ છે કે તેને ઓફીસમાં બેસીને નાસ્તા કરાવે છે અને નાના લાભાર્થીઓને ધકકા ખવડાવે છે..! આ અંગે નાના ધંધાર્થીઓમાંથી કેટલાય લાભાર્થીઓની લોનો મંજુર નથી કરવામાં આવી તેના કારણોની તપાસ કરવાની આરબીઆઇને મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ માંગ કરેલ છે અને નાના વેપારીઓ-ધંધાર્થીઓને બેંક સરકારની ઇચ્છા અનુસાર "મેક ઇન ઇન્ડીયા" ને સફળ બનાવવા અસરકારક પગલા લે તેવી માંગ કરેલ છે.




Latest News