મોરબી જિલ્લામાં એબીવીપી-હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી કરાઇ
ટંકારા સરકારી હપસ્પિટલમાં દર્દી માટે ડોક્ટર આખા વર્ષમાં ન મુકાયા..!
SHARE









ટંકારા સરકારી હપસ્પિટલમાં દર્દી માટે ડોક્ટર આખા વર્ષમાં ન મુકાયા..!
ટંકારા સિવિલમાં છેલ્લા ઘણા સમયથી ડોકટર ના હોવાથી દર્દીઓ અને તેના સગાને હેરાન થવું પડે છે ત્યારે કહેવાતા નેતાઓના પેટનું પાણી આખા વર્ષમાં ન હલવાથી આજની તારીખે પણ કોઈ ડોક્ટર મુકાયા નથી જેથી કરીને દર્દીઓને ઘર આંગણે જ સારી સારવાર મળે તે માટે ડોકટર મૂકવા આવે તેવી માંગ ઉઠી છે
ટંકારાએ વેદની દ્રષ્ટિએ વિખ્યાત છે પણ વેદના માટે પણ પ્રખ્યાત છે એકાદ લાખની વસતિ વચ્ચે માત્ર એક જ સામુહિક આરોગ્ય કેન્દ્ર છે અને દવાખાનું ખુદ દવા માંગે છે સુવિધા નામે શુન્ય સરકારી હોસ્પિટલમાં હજારો દર્દી છેલ્લા સોળ વરસથી સાજા થવા ધખ્ખા ખાઈ છે અને હર વખતે એ ધખ્ખો ફોગટ જાય છે ટંકારા વાસી હજારો રૃપિયા ટેક્ષના આપી સરકાર પાસે એના સ્વસ્થને સાજા કરનારની માંગ વર્ષોથી કરે છે ગુજરાતના રાજ્યપાલના ગુરૂનુ ગામ દર્દથી પીડાતુ હોય અને કોઈ તંત્ર ધ્યાન પણ ન આપે તો પછી બિજા તાલુકાની હાલત શું થતી હશે તે સવાલ છે અને આ ટંકારામાં ડોક્ટર મૂકવામાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત કગથરા, ભાજપના સાંસદ મોહન કુંડારિયા ઉપર લોકો રિતસરનો ફિટકાર વરસાવી રહયા છે.
