હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના બગીચાઓમા રમત ગમતના સાધનો-બાકડા મૂકવા કોંગ્રેસની પાલિકામાં રજુઆત


SHARE







મોરબીના બગીચાઓમા રમત ગમતના સાધનો-બાકડા મૂકવા કોંગ્રેસની પાલિકામાં રજુઆત

મોરબી એ ગ્રેડની પાલિકા છે તો પણ આજની તારીખે એક પણ સારો બગીચો મોરબીમાં રહ્યો નથી અને લોકોને હરવા ફરવા કે બેસવા માટેની કોઈ જગ્યા રહી નથી ત્યારે જે વર્ષો જૂના બાગ બગીચા છે ત્યારે બાંકડા મૂકવામાં આવેલ નથી. જેથી મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી દ્વારા સરદારબાગ, સુરજબાગ તેમજ મહાત્મા ગાંધી બાગમાં બાકડા અને બાળકો માટે રમત ગમતના સાધનો મુકવામાં આવે તેવી ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે.

હાલમાં કોંગ્રેસનાં મંત્રી સૂરપાલસિંહ જાડેજાએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીમાં એક સમયે સરદારબાગ, સુરજબાગ તેમજ મહાત્મા ગાંધી બાગ લોકો માટે આનંદ પ્રમોદ માટેના ઉત્તમ સ્થાન હતા જો કે, હાલમાં તેની સ્થિતિ અતિદયનીય છે આ ત્રણેય બગીચામાં આજની તારીખે લોકોને બેસવા માટેના બાકડા તેમજ બાળકોને રમવા માટેનો કોઈ સાધનો નથી અને વર્ષો પહેલા જે મૂકવામાં આવેલ હતા તે હીંચકા સહિતના સાધનો તૂટી ગયેલ છે અને બાળકોને નુકશાન કરે તેવી સ્થિતિમાં છે તો પણ તેને રીપેર કરવા માટેની દરકાર કયારે પણ પાલિકાએ લીધેલ નથી જેથી કરીને આ ત્રણેય બગીચામાં હીંચકા સહિતના સાધનો અને લોકોને બેસવા માટેના બાકડા મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો કે, બાગ બગીચાની કાયાપલટ કયારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News