મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાનાં વીરપર પાસે અકસ્માત નિવારવા આગેવાને કરી સીએમને રજૂઆત


SHARE

















ટંકારાનાં વીરપર પાસે અકસ્માત નિવારવા આગેવાને કરી સીએમને રજૂઆત

મોરબી ટંકારા રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે હરીપાર્ક સોસાયટી નજીક અવાર નવાર અકસ્માત થાય છે જેથી કરીને આ અકસ્માતો નિવારવા માટે ત્યાં રહેતા આગેવાને હાલમાં સીએમને કેટલાક સૂચનો સાથેની રજૂઆત કરેલ છે

ટંકારાના વીરપર ગામ પાસે આવેલ હરીપાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, હરીપાર્ક સોસાયટી પાસે અવાર નવાર અકસ્માત થાય છે. આ અકસ્માતો નિવારવા માટે મોરબી-રાજકોટ હાઈવે પર મોરબીથી ટંકારા સુધી રોડની બન્ને બાજુ સર્વિસ રોડ બને, હરી પાર્ક સોસાયટીની સામે ઈજનેર દ્વારા ટેક્નિકલ પાસાઓનો અભ્યાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, રોડ પર જરૂરી રેડિયમના સાઈન બોર્ડ મૂકવામાં આવે, રાત્રિના સમયે ડિવાયડર ઉપર સોલાર લાઈટ મૂકવામાં આવે, હરી પાર્ક સોસાયટી સામે રમ્બલના સ્ટ્રીપ નાખવામાં આવે તે જરૂરી છે કેમ કે, ત્યાં રહેતા લોકોની સાથોસાથ બાજુમાં જ દેરાસર આવેલ છે જેથી ત્યાં દર્શના કરવા માટે ઘણા લોકો આવે છે તેની સલામતીને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News