માળિયા(મી)ના તરઘરીમાં પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન-છાત્ર સન્માન સમારોહ યોજાયો
SHARE









માળિયા(મી)ના તરઘરીમાં પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન-છાત્ર સન્માન સમારોહ યોજાયો
મોરબી અને અલગ અલગ જિલ્લામાં વસતા માળિયા મિયાણા તાલુકાના તરઘરી ગામના પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તેમજ અલગ અલગ શહેરમાં વસવાટ કરતા તરઘરી ગામના પરમાર પરિવારના લોકો જોડાયા હતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગ્રેજ્યુએશન, માસ્ટર ડીગ્રી, ડોક્ટર તેમજ અલગ અલગ વિષયમાં વિશેષ ડીગ્રી મેળવનારા કુલ ૩૫ જેટલા યુવક યુવતીઓનું સન્માન કરાયું હતું અને આ કાર્યક્રમમાં પરિવારની દીકરીઓ સંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા આ તકે પરિવારના મોભી અને વડીલોઓની શાલ ઓઢાળી સન્માન કરાયું હતું.
