મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા માટે આવો છો કહીને હળવદમાં યુવાન ઉપર તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો, 6 સામે ફરિયાદ


SHARE









અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા માટે આવો છો કહીને હળવદમાં યુવાન ઉપર તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો, 6 સામે ફરિયાદ

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં વાંકાનેરનો સરદારજી યુવાન અન્ય લોકોની સાથે ભૂંડ પકડવા માટે થઈને આવ્યા હતા ત્યારે હળવદ વિસ્તારમાં ભૂંડ પકડવાની કામગીરી કરતા શખ્સો ત્યાં આવી ગયા હતા અને “અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા માટે આવો છો” તેવું કહીને બોલાચાલી કરી હતી ત્યારબાદ તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને હાથે, પગે અને શરીરે માર મારવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરુ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ આરકે નગર નવાપરા રામ મંદિરની પાછળના ભાગમાં રહેતા મહેન્દ્રસિંઘ બિશનસિંઘ બગ્ગા (37)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને પ્યારાસિંઘ ચેનસિંઘ ટાંક, ત્રીલોકસિંઘ પ્યારાસિંઘ ટાંક, હરનામસિંહ અમરસિંહ ટાંક, બલદેવસિંઘ ગુરમુખસિંઘ ટાંક, અમરસિંઘ ચેનસિંઘ ટાંક અને જોગીન્દ્રસિંઘ ગુરમુખસિંઘ ટાંક રહે. બધા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં ભોગ બનેલા યુવાને જણાવ્યુ છે કે, તે તથા અન્ય સાહેદો હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ભૂંડ પકડવા માટે થઈને ગયા હતા ત્યારે પ્યારસિંગ ટાંક તેની ગાડી લઈને ત્યાં આવ્યો હતો અને ફરિયાદીની ગાડી સાથે ગાડી અથડાવીને તેમાં નુકસાની કરી હતી તેમજ “અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા આવો છો” તેવું કહીને બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેના પાસે રહેલ તલવાર વડે ફરિયાદીને પગના ભાગે છરકો કર્યો હતો અને ઇજા કરી હતી પછી બાકીના આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ત્યારે ત્રિલોકસિંઘ દ્વારા લોખંડના પાઈપથી, અરમાનસિંઘે લોખંડના પાઇપથી બલદેવસિંઘે ધોકા વડે માર માર્યો હતો અને પાછળથી અમરસિંઘ અને જોગિન્દરસિંઘ ત્યાં આવ્યા હતા અને તે બંને શખ્સોએ ઢીકાપાટુનો માર ફરિયાદીને માર્યો હતો અને ડાબા હાથની છેલ્લી બે આંગળીઓમાં તથા પગના પંજામાં ફેકચર જેવી ઇજાઓ કરી હતી. આટલુ જ નહીં યુવાનને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News