માળીયા (મી) તાલુકા ભાજપ પરિવારનો પંચાયત મંત્રીની હાજરીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મોરબીના રફાળેશ્વર પાસેથી સિરામિક યુનિટમાં વપરાતા ૩ ચોરાઉ વાલ્વ સાથે બે ની ધરપકડ
SHARE









મોરબીના રફાળેશ્વર પાસેથી સિરામિક યુનિટમાં વપરાતા ૩ ચોરાઉ વાલ્વ સાથે બે ની ધરપકડ
મોરબીના અલગ અલગ સિરામીક કારખાનાઓમાંથી પ્રેસ પ્રપ્રોઝનલ વાલ્વની ચોરી કરવા આવી હતી અને આ ચોરાઉ વાલ્વને વેચવા માટે એક શખ્સ નીકળ્યો હતો જેને બાતમીના આધારે એલસીબીની ટીમે ૩ ચોરાઉ વાલ્વ સાથે બે શખ્સની ૨,૫૦,૦૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે
મોરબી પોલીસ અધિક્ષકની સૂચન મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એલસીબીના શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે મોરબીના સિરામીક ઉધોગમાં પ્રેસ વિભાગમાં વપરાતા પ્રેસ પ્રપોઝનલ વાલ્વ ચોરી કે છળકપટથી મેળવેલ વાલ્વ વેચવા નીકળેલા શખ્સને દબોચી લેવામાં આવેલ છે જેની પોલીસે આપેલી વિગત મુજબ રોહીતકુમાર રાજેશભાઇ સાણદિયા જાતે પટેલ રહે. નાની વાવડી, મારૂતીનગર સોસાયટી, શેરી નં -૧, વાળો ચોરીના બે વાલ્વ સાથે મળી આવેલ હતો જેની પુછપરછ કરતા તેને સરતાનપર રોડ ઉપર નવા બનતા લેન્ડ ડેકોર કારખાનામાંથી વાલ્વની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું અને તેને મોરબી લખધીરપુર રોડ ઉપર આવેલ "અલંકાર હાઇડ્રોલીંક" નામની દુકાન વાળા સંતોષકુમાર છીટીલાલ ગૌતમ રહે. મોરબી વાળાને વાલ્વ વેચાણ આપેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હાલમાં ત્રણ ચોરાઉ વાલ્વ જેની કિંમત ૨.૫૦ લાખના મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ કરેલ છે અને આ શખ્સોને આગળની કાર્યાવહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે
