મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી
SHARE
મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી
ચારેય વેદોનું ગુજરાતીમાં અનુવાદ કરનાર જાણીતા આયુર્વેદ નિષ્ણાત અને ટંકારાના વતની એવા પદ્મશ્રી દયાળજી પરમાર (દયાળ મુનિ)નું અવસાન થયું છે. ત્યારે ગુજરાત સરકારના માજી મંત્રી અને મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ દયાળમુનિને ભાવાંજલિ અર્પણ કરી હતી.
દયાળ મુનિના નિધન અન્વયે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, જીવતે જીવ તેઓ સાથે અનેક વખત મળવાનો અને સંવાદ કરવાનો લાભ મળ્યો છે. તે જિંદગીનું એક યાદગાર સંભારણું બની રહેશે. ટંકારાની પવિત્ર માટીની મહેક એવા મહામાનવ પદ્મશ્રી દયાળ મુનિ દેવલોક પામ્યાના સમાચાર જાણીને મેં ભારે મોટો ખાલીપો અનુભવ્યો છે. દયાળ મુનિ આયુર્વેદના નિષ્ણાત હતા તેમજ ભારતના પ્રાચીન ગ્રંથો જેવા કે સામવેદ, અજુર્વેદ, ઋગ્વેદ અને અર્થરવેદનો અનુવાદ માતૃભાષા ગુજરાતીમાં કરીને એક કિંમતી ભેટ આપી ચુક્યા છે. ભારત સરકારે તાજેતરમાં તેમને પદ્મશ્રીથી વિભૂષિત કર્યા હતા. વધુમાં બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું કે, મેં ઋષિમુનિ સદેહે જોયા નથી પરંતુ સફેદ વસ્ત્રમાં દયાળ મુનિ આચાર વિચાર અને જીવનશૈલીમાં ઋષિ જોવા મળ્યા, આ પરંપરાને આજીવન તેઓ વળગી રહ્યા. આવા મહા માનવની ધરતી ઉપરની ખોટ અવશ્ય ગુર્જર ગીરાને સાલશે.