મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

લૂંટારુઓએ કરી બોણી !: મોરબી નજીક બોલેરો કારના ચાલકને કારમાં બાંધીને રોકડા ૬.૧૫ લાખની લૂંટ


SHARE













લૂંટારુઓએ કરી બોણી !: મોરબી નજીક બોલેરો કારના ચાલકને કારમાં બાંધીને રોકડા ૬.૧૫ લાખની લૂંટ

મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા પાસે આવેલ પિતૃકૃપા હોટલ નજીક બોલેરો કાર ચાલક સૂતો હતો ત્યારે અજાણ્યા બે શખ્સોએ ત્યાં આવીને કારચાલકના મોઢા પર ડૂચો મારીને તેના બંને હાથ બાંધી દીધા હતા અને શરીરે નાનીમોટી ઈજાઓ કર્યા બાદ તેની પાસેથી રોકડા રૂપિયા ૬.૧૫  લાખની લૂંટ ચલાવવામાં આવે છે જેથી કરીને આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં ડીવાયએસપી, મોરબી તાલુકા પીઆઇ, એલસીબીની ટીમ સહિતના પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લુંટારોને પકડવા માટે સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ જિલ્લામાં નાકાબંધી પણ કરવામાં આવી છે

આજે લાભ પાંચમના દિવસે સ્વાભાવિક રીતે વેપારીઓ સહિતના પોતાના ધંધા-રોજગારના બોણીના સોદા કરતા હોય છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબીમાં લૂંટારુએ લાભપાંચમના દિવસે પોતાની બોણી કરી હોય તેવો ઘાટ સર્જાયો છે મોરબી કચ્છ હાઈવે ઉપર આવેલ સોખડા ગામના પાટિયા પાસે પિતૃકૃપા હોટલ નજીક પાર્ક કરેલ બોલેરો કારની અંદર સૂતેલા કારચાલકને બાંધીને મોઢા પર ડૂચો મારીને બે અજાણ્યા શખ્સો દ્વારા ૬.૧૫ લાખની લૂંટ ચલાવવામાં આવે છે જેથી કરીને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં મોરબીના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, મોરબી તાલુકા પીઆઈ એમ.આર.ગોઢાણીયા સહિતના અધિકારીઓ અને જવાનો તેમજ એલસીબીની ટીમ હાલમાં સોખડા ગામના પાટિયા પાસે આવેલ પિતૃકૃપા હોટલ ખાતે પહોંચી છે અને સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને લૂંટ ચલાવી નાસી છૂટેલા બે શખ્સોને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે

બનાવની સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પડધરી ગામે રહેતા જેસંગભાઈ લાધાભાઇ સોલંકી પોતાની બોલેરો ગાડી લઈને ભુજથી ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને ઊંઘ આવતી હોવાના કારણે તેઓએ સોખડા ગામના પાટિયા પાસે આવેલ પિતૃકૃપા હોટલના પાર્કિંગમાં પોતાની બોલેરો ગાડી ઊભી રાખી હતી અને ત્યાં પોતે ગાડીની અંદર સુતા હતા ત્યારે અજાણ્યા બે શખ્સોએ ત્યાં આવ્યા હતા અને તેના હાથ બાંધી દીધા અને ત્યારબાદ મોઢા પર ડૂચો મારીને તેની પાસેથી રોકડા રૂપિયા ૬.૧૫ લાખની લૂંટ ચલાવે છે તેવું હાલમાં ભોગ બનેલા જેસંગભાઈ પોલીસને જણાવી રહ્યા છે અને તેના ખેવા મુજબ ગોંડલ ખાતે ડુંગળીના બિલના રૂપિયા ચૂકવવાના હતા માટે તેની પાસે આ મોટી રકમ હતી

અત્રે ઉલ્લેખનીય છે કે લૂંટનો બનાવ જે જગ્યા ઉપર બનેલો છે ત્યાં પિતૃકૃપા હોટલનો સીસીટીવી કેમેરો પણ લાગેલો છે જેથી કરીને સમગ્ર ઘટના શંકાસ્પદ હોય એવું ક્યાંકને ક્યાંક લાગી રહ્યું છે અને સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ગાડી આવીને હોટલના પાર્કિંગમાં ઉભેલી તેની ગણતરીની અંદર આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું હાલમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી જોવા મળ્યું છે જેથી કરીને ક્યાંકને ક્યાંક આ સમગ્ર ઘટના શંકાસ્પદ હોવાનું લાગતું હોવાથી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જોકે જેસંગભાઇ સોલંકીને ઇજાઓ કરવામાં આવી હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે હાલમાં નાકાબંધી કરાવીને સીસીટીવી ફુટેજમાં દેખાતા અજાણ્યા બે શખ્સોને પકડવા માટે થઈને તપાસ શરૂ કરેલ છે




Latest News