મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા પાસે બાઈકમાથી નીચે પટકાતાં માતાનું મોત નીપજવાના બનાવમાં દીકરાની ધરપકડ


SHARE









મોરબીના જાંબુડિયા પાસે બાઈકમાથી નીચે પટકાતાં માતાનું મોત નીપજવાના બનાવમાં દીકરાની ધરપકડ

વાંકાનેરથી મોરબી તરફ આવતા હાઇવે રોડ ઉપર જામ્બુડીયા બ્રીજ નવી આર.ટી.ઓ. કચેરી પાસે યુવાન પોતાની માતને બાઈકમાં બેસાડીને જતો હતો ત્યારે અકસ્માતે તેની માતા બાઈકમાથી નીચે પટકાતાં તેને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને મૃતક મહિલાના દીકરાની સામે ફરિયાદ નોનહદઇ હતી તેના આધારે પોલીસે મૃતક મહિલાના દીકરાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના મોરબી રોડ ઉપર જકાત નાકા પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં શેરી નં. ૪ માં રહેતા મુકેશગર રામગર ગોસ્વામી જાતે બાવાજી (ઉ.૪૫)એ થોડા દિવસો પહેલા કિશનગીરી રમેશગીરી ગોસ્વામી રહે. ભાટીયા સોસાયટી, વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, વાંકાનેરથી મોરબી તરફ આવતા હાઇવે રોડ ઉપર જામ્બુડીયા બ્રીજ નવી આર.ટી.ઓ. કચેરી પાસે આવેલ ભડીયા પાસેથી કિશનગીરી રમેશગીરી ગોસ્વામી પોતાનું બાઈક નંબર જીજે ૩ એચજે ૬૮૪૮ લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઈકમાં પાછળ બેઠેલ તેની માતા મૈયાબેન રામગરભાઇ ગોસ્વામી (રહે, 3-રાજીવનગર, બજરંગવાડી, રાજકોટ) રોડ ઉપર નીચે પટકાયા હતા જેથી કરીને તેને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી અને તેઓનું મોત નિપજયુ હતું જેથી કરીને પોલીસે ફરિયાદ લઈને તેના આધારે આરોપી કિશનગીરી રમેશગીરી ગોસ્વામી રહે. ભાટીયા સોસાયટી, વાંકાનેર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News