વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ સાત આરોપીઓની ધરપકડ
વાંકાનેરના યાર્ડ પાસે કાર ચાલકે રોડ ક્રોસ કરતાં વૃધ્ધને કાર હડફેટે લેતા વૃધ્ધનું મોત
SHARE









વાંકાનેરના યાર્ડ પાસે કાર ચાલકે રોડ ક્રોસ કરતાં વૃધ્ધને કાર હડફેટે લેતા વૃધ્ધનું મોત
વાંકાનેર ચંદ્રપુર પાસે આવેલ માર્કેટિંગ યાર્ડ પાસેથી રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને કાર ચાલકે અડફેટે લીધા હતા જેથી તેને ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતકના દીકરાએ કારચાલકની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર નવાપરા ખડીયાપરા શેરી નંબર-૩ ની અંદર રમેશભાઈ સવશીભાઈ કોળી (૫૨)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે ૧૨ ડીએસ ૩૧૦૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસેથી તેના પિતા સવશીભાઈ ભલાભાઈ કોળી (૭૨) પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને તેને માથાના પાછળના ભાગે અને જમણા પગે અને હાથમાં ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં રમેશભાઈની ફરિયાદ લઈને પોલીસે કારચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
