મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર-મોરબીમાં જુગારની બે રેડ: સાત શખ્સો જુગાર રમતા પકડાયા


SHARE





























વાંકાનેર-મોરબીમાં જુગારની બે રેડ: સાત શખ્સો જુગાર રમતા પકડાયા

વાંકાનેરના રાતીદેવડી ગામે વાડીની બાજુમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,430  ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાતીદેવડી ગામ નજીક આવેલ વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવિણસિંહ ધીરુભા ઝાલા (60), વિનુભાઈ હમીરભાઇ વોરા (57), કિશોરભાઈ હમીરભાઇ વોરા (46), પ્રવીણભાઈ કાળુભાઈ વોરા (40) અને મહેશભાઈ ગોરધનભાઈ વોરા (50) રહે. બધા રાતીદેવડી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 10,430 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી.

જુગાર રમતા બે પકડાયા

મોરબી તાલુકાના ટિંબડી ગામની સીમમાં આવેલ એફિલ કારખાના પાછળ બાવળની જાળીમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા લતીફ રમજાનભાઈ ખોજાણી (28) રહે. મદીના સોસાયટી મોરબી તથા રાજ જગદીશભાઈ પંડ્યા (23) રહે. કેશવાનંદ બાપુના મંદિર પાસે વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 770 ની રોકકબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે બોટલ દારૂ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક રોડ ઉપર નાલા પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 600 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા (21) રહે. કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ પાસે મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
















Latest News