મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને મારનો ડર બતાવીને રોકડ સહિત 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેનારા તેના મિત્ર સહિતના ત્રણ આરોપી જેલ હવાલે


SHARE





























મોરબીમાં યુવાને મારનો ડર બતાવીને રોકડ સહિત 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેનારા તેના મિત્ર સહિતના ત્રણ આરોપી જેલ હવાલે

સામાન્ય રીતે મુંબઇ જેવા શહેરોમાં ખંડણી માંગવામાં આવે તેવી ઘટના બનતી હોય છે જો કેઆવી જ ઘટના મોરબીમાં બની હતી જેમા મોરબીમાં દુકાન ધરાવતા વેપારી યુવાનને તેના મિત્રે બોલાચાલી અને ઝઘડો કરીને માર માર્યો હતો અને ત્યાર બાદ વારંવાર માર મારવાનો ભય બતાવીને તેની પાસેથી સનાળા ગામના શખ્સ દ્વારા સમયાંતરે તેની પાસેથી રોકડા 5,43,000 સહિત કુલ મળીને 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો. અને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવતી હતી જે ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અને સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી યુવાન દેવકુમાર ચેતનભાઇ સોરીયા (21)એ અગાઉ તેના મિત્ર વિશાવ રબારી સહિતનાએ માર માર્યો હતો ત્યાર બાદ મારનો ભય બતાવીને તેની પાસેથી રોકડ સહિતનો મુદામાલ પડાવ્યો હતો જેની થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ વેલાભાઈ રબારી તથા તેની સાથે રહેલા આજાણ્યા બે શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપી વિશાલ વેલજીભાઇ આલ જાતે રબારી રહે. શક્તિ માતાજીનાં મંદિર પાછળ શનાળાસઇદ અક્રમ નરુલીઅમીન કાદરી રહે. કાલીકા પ્લોટ રવાપર રોડ મોરબી તથા સિધ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા રહે. સનાળા વાળાની ધરપકડ કરીને તે આરોપીઓને જેલ હવાલે કરેલ છે.

વધુમાં મોરબી ડીવાયએસપી પી.એ. ઝાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કેફરીયાદી યુવાન આરોપી વિશાલ રબારીનો મિત્ર હતો અને અગાઉ બોલચાલી તેમજ ઝઘડો થયેલ હતો ત્યારે ફરિયાદીને માર માર્યો હતો અને ત્યાર બાદ તેને માર મારવાની ધમકી આપીને તેની પાસે બળજબરીથી ખંડણી માંગવામાં આવતી હતી અને અલગ અલગ સમયે તેની પાસેથી વિશાળ રબારીએ 5.46 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા. આટલું જ નહીં ફરિયાદી પાસેથી મોબાઈલ અને બુલેટ મળીને કુલ 8.56 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો.

તેમજ ફરિયાદીને જુદીજુદી જગ્યાએ લઈ જઈને તેને માર માર્યો હતો અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન આરોપીને મારના ભયથી રૂપિયા આપતો હતો. આ ગુનામાં પીન્ટુ રબારી નામના શખ્સનું નામ સામે આવેલ છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. હાલમાં ભોગ બનેલા યુવાન અને તેના પરિવારે હિંમત કરીને લખાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી કરીને ત્રણ આરોપીને પકડીને જેલ હવાલે કર્યા છે અને ચોથા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
















Latest News