મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદ માર્કેટ યાર્ડ પાસે ટેલર ટાંકાના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









હળવદ માર્કેટ યાર્ડ પાસે ટેલર ટાંકાના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને ટેલર ટાંકાના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનોને ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હળવદ માર્કેટયાર્ડ ખાતે રહેતા ઓમારામભાઇ જ્વારારામભાઇ જાંટ (25) નામના યુવાને ટેલર ટાંકો નં. જીજે 6 બીટી 3667 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ પાસેથી તેમનો ભાઈ આસુરામભાઇ પુરારામભાઇ જાંટ  (33) હાલ રહે. હળવદ માર્કેટયાર્ડ મૂળ રહે રાજસ્થાન વાળો જઈ રહ્યો હતો ત્યારે આરોપીએ તેના હવાલા વાળા ટેલર ટાંકાથી તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના ભાઈને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News