મોરબી સિરામિક એસો.ના પ્રમુખો રોડ-રસ્તા અને ગેસ મુદ્દે મુખ્યમંત્રી-ઉર્જા મંત્રીને મળ્યા
મોરબીના ઢૂવા નજીક વાહન અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત
SHARE
મોરબીના ઢૂવા નજીક વાહન અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે ગત મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં રહેતા આશાસ્પદ પટેલ યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે ગત મોડી રાત્રીના નવેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં મોરબીના સામેકાંઠે આવેલ ઉમા ટાઉનમાં રહેતા પાર્થ અરવિંદભાઈ માકડીયા જાતે પટેલ નામના ૨૪ વર્ષીય યુવાનનું શરીરે ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજયું હતું.જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો અને સિવિલ હોસ્પિટલના તબીબે બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં ઢુવા પાસે બનેલો હોય આગળની તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હોવાનું જાણવા મળે છે.જોકે કયા કયા વાહનો વચ્ચે અકસ્માત થયો હતો તે હાલમાં જાણવા મળેલ નથી.
મારામારી-અકસ્માતમાં ઇજા
જામનગરના જોડિયા તાલુકાના કોઠારીયા ગામે રહેતા દેવાભાઈ મંગાભાઈ વિરડા નામના ૬૫ વર્ષીય વૃદ્ધને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા રામજીભાઈ મગનભાઈ ધોરીયાણી નામના ૫૮ વર્ષીય આધેડે બાઈક લઈને જતા હતા ત્યારે સરા અને થાનની વચ્ચે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત રામજીભાઈ ધોરીયીણીને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના વણકરવાસ વિસ્તારમાં રહેતા મધુબેન રવજીભાઈ સોલંકી નામના ૪૬ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમિયાન તેઓનું બાઈક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત થયેલા મધુબેનને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા.