મોરબીના મકનસર ગામે જુદી જુદી બે જુગારની રેડ: ચાર શખ્સ જુગાર રમતા પકડાયા
SHARE
મોરબીના મકનસર ગામે જુદી જુદી બે જુગારની રેડ: ચાર શખ્સ જુગાર રમતા પકડાયા
મોરબી તાલુકાના મકનસર ગામે જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હોય તેની પાસેથી રોકડ રકમ કબ્જે કરી હતી અને મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના મકનસર ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મહેશ ધીરુભાઈ દેગામા (28) અને વેલજી ભીખાભાઈ ચૌહાણ (38) રહે. બંને નવા મકાનસર વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1200 ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે મોરબી તાલુકાના મકનસર ગામે સંતોષ ટ્રાન્સપોર્ટની ઓફિસની પાછળના ભાગમાં જુગારની બીજી રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા ચેતન ચંદુભાઈ ઘાટેલીયા (26) અને જીતેશ વીરજીભાઇ થરેસા (26) રહે. બંને નવા મકનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 950 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને જુગારા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા અને ચોકીદાર તરીકે કામ કરતા ટોકબહાદુર માનબહાદુર નેપાળી (30) નામના યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા હિતેશ જેઠાભાઈ સોલંકી (27) નામનો યુવાન ભડીયાદથી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનને ઇજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી છે