મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ
મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી
SHARE
મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં રામદેવપીરના મંદિર સામે પાણીની લાઈન માટે ખાડો ખોદવા બાબતે બોલાચાલી, ઝઘડો અને માથાકૂટ થઈ હતી જેની ફરિયાદ આધારે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહિત નવ સામે પોલીસે કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં રામદેવપીરના મંદિર સામે રહેતા સુનિલભાઈ ડુંગરભાઇ ચાવડા (24) એ હાલમાં મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે પાંચાભાઇ લક્ષ્મણભાઈ આદ્રોજા, ક્રિષ્નાબેન પાંચાભાઇ આદ્રોજા, દીપક લક્ષ્મણભાઈ આદ્રોજા, ભાનુબેન દીપકભાઈ આદ્રોજા, હસમુખભાઈ અને હીરાબેન હસમુખભાઈ રહે બધા સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પોતાના ઘર પાસે પાણીની લાઈન માટૈ ખાડો ખોદતા હતા ત્યારે તમામ આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને પથ્થરના છુટા ઘા કરીને ઇજા કરી હતી ત્યારે દીપક આદ્રોજા એ પાણીની લાઈન ખોદવાની ના પાડી હતી અને ફરિયાદીને જમણા પગ ઉપર પાવડાનો હાથો માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સાહેદ સંજયભાઈ ને માથામાં પથ્થરનો ઘા મારીને પાંચાભાઈએ લાકડાના ધોકા વડે શરીરે માર માર્યો હતો તથા પ્રેમીલાબેન અને શિલ્પાબેનને આરોપીઓએ વાળ પકડીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં જ્ઞાતિ પ્રત્યમનિત અપમાનીત કરીને તમને અહીં રહેવા નથી દેવા તેવું કહીને ધમકી આપી હતી જે ગુનામાં તપાસનીસ અધિકારી ડીવાયએસપી પી.એ.ઝાલા અને તેની ટીમે આરોપી પાંચાભાઇ ઉર્ફે પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ આદ્રોજા (35), ક્રિષ્નાબેન પાંચાભાઇ આદ્રોજા (30), દીપક લક્ષ્મણભાઈ આદ્રોજા (31), ભાનુબેન દીપકભાઈ આદ્રોજા (40), જગદીશ લક્ષ્મણભાઈ આદ્રોજા (45), આરતીબેન પ્રવીણભાઇ આદ્રોજા (26), હસમુખભાઈ વેરસીભાઈ ચોવસિયા (45), હીરાબેન હસમુખભાઈ ચોવસિયા (39) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર રહે. બધા સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી વાળાને પકડીને પોલીસે તેની સામે કાર્યવાહી કરેલ છે.