ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના યુવાને કોરોનાના બે ડીઝ લીધા પછી પણ આવ્યો કોરોના પોઝિટિવ !


SHARE







મોરબીના રવાપર ગામના યુવાને કોરોનાના બે ડીઝ લીધા પછી પણ આવ્યો કોરોના પોઝિટિવ !

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કેસ હતો નહીં જો કે, ૧૦૧ દિવસ બાદ ફરી મોરબીમાં કોરોનાએ દેખા દીધા છે અને ,મોરબી તાલુકાના રવાપર ગામે એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે જેથી કરીને તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે એમ. કતીરાં અને ડો.વારેવડીયાએ જણાવેલ કે મોરબી જિલ્લામાં ગત તારીખ ૩૦/૭ ના રોજ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયા બાદ ૧૦૧ દિવસ બાદ આજ રોજ ફરીથી મોરબી જિલ્લામાં કોરોનાનો એક નવો કેસ નોંધાયેલ છે અને મોરબી તાલુકાના રવાપર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષના પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે

દિવાળીના તહેવારોમાં આ યુવાન દક્ષિણ ગુજરાતમાં ફરવા માટે ગયેલ  અને ત્યાંથી પરત આવ્યા બાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તે દર્દીનું સેમ્પલ લઇ ટેસ્ટીંગ કરતા કોરોના તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે દર્દીએ કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધેલ છે અને હાલ કોરોનાના કોઈ ગંભીર લક્ષણો કે અસર નથી તેમજ વધુમાં જણાવેલ કે જે કોઈ વ્યક્તિએ કોરોનાની વેક્શીન ન લીધી હોય કે એક ડોઝ લીધો હોય અને બીજો ડોઝ બાકી હોય તેવા તમામ લોકો સત્વરે કોરોના વેક્સિન સત્વરે  લઈ લે. જેથી કોરોનાની ગંભીર અસરથી બચી શકે છે

વધુમાં અધિકારીએ જણાવ્યુ છે કે, જિલ્લાની વાત કરીએ તો આજે કુલ ૭૭૨ કોરોનાના લેબ  ટેસ્ટ કરવામાં આવેલ છે જેમાં એક કેશ કોરોના પોઝિટિવ આવેલ છે. અને આજ સુધીમાં કુલ ૩.૮૦,૨૩૫ જેટલા કોરોનાના લેબ ટેસ્ટ કરવામાં આવેલ છે. જેમાં ૬૫૦૩ કેસ પોઝિટિવ આવેલ હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જનવાયેલ છે.

 






Latest News