મોરબીમાં ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા તથા ૧૨.૧૯ લાખ વળતર પેટે ચૂકવવા હુકમ
હળવદમાં જુગારની રેડમાં પકડાયેલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન મહામંત્રી છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ
SHARE









હળવદમાં આવેલ લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘોડી પાસાનો જુગાર રમતા 18 શખ્સો ઝડપાયા હતા જેમાં ભાજપના બે આગેવાનો પણ સમાવેશ થતો હતો જેથી કરીને પોલીસે તેની પણ ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી કરી હતી દરમિયાન મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા જુગારની રેડમાં પકડાયેલા ભાજપના બંને હોદ્દેદારોને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
હળવદ શહેરમાં આવેલ લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં જુગાર રમતા હોવા અંગેની ચોક્કસ હકીકત સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ મળીને 18 શખ્સો મળી આવ્યા હતા જેમાં ભાજપના બે આગેવાનોનો પણ સમાવેશ થતો હતો આ 18 શખ્સોની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી 2,02,100 ની રોકડ કબજે કરવામાં આવી હતી આ જુગારની રેડ બાદ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા હાલમાં જુગારની રેડમાં પકડાયેલા ભાજપના બંને આગેવાનોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે અંગે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં તેઓએ વલ્લભભાઈ ખાવડીયા જાતે પટેલ તથા ભરતભાઈ વઢરેકિયાને પાર્ટીના સભ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરેલ છે. વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે વલ્લભભાઈ ખાવડીયા હળવદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ છે અને હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના સભ્ય છે. અને ભરતભાઈ વઢરેકિયા હાલમાં હળવદ તાલુકા ભાજપના મહામંત્રી છે આ બંને હોદ્દેદારોને ભાજપમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
