ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે જેક છટકતા ટ્રેક્ટરના લોડર નીચે દબાઈ જવાથી ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે જેક છટકતા ટ્રેક્ટરના લોડર નીચે દબાઈ જવાથી ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે ટ્રેક્ટરમાં લોડર લગાવેલ હતું અને ટાવર ચેન્જ કરતી વેળાએ જેક છટકતા લોડર નીચે દબાઇ જવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવારમાં યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા દિલીપભાઈ કનુભાઈ પરમાર (ઉંમર ૧૮) રફાળેશ્વર ગામ પાસે જીઆઇડીસી નજીક વાસુદેવ પોટરી પાસે ટ્રેક્ટરમાં લોડર લગાવેલ હતું અને ટાવર ચેન્જ કરતા હતા ત્યારે જેક છટક્વાના લીધે લોડરની નીચે દબાઈ જવાથી દિલીપભાઈ કનુભાઈ પરમારને કમરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા દિલીપભાઈ પરમારનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વૃધ્ધનું મોત

મોરબી નજીકના લખધિરપુર ગામે રહેતા વીરજીભાઇ મૂળજીભાઈ ખાણદરિયા (ઉંમર ૭૦) પોતાના ઘરે કોઈ કારણોસર પડી જતા તેને પગ અને શરીરમાં ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News