મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિવારથી વિખુટી પડેલ બાળકીનું તેના પરિવાર સાથે પુન:મિલન કરાવાયું


SHARE













મોરબીમાં પરિવારથી વિખુટી પડેલ બાળકીનું તેના પરિવાર સાથે પુન:મિલન કરાવાયું

જિલ્લા બાળ સુરક્ષા એકમ- મોરબી સમાજ ઉપયોગી અને નાગરિકોને મદદરૂપ બને તેવી વિવિધ કામગીરીમાં હંમેશા અગ્રેસર રહે છે. ગત તારીખ ૧૨/૧૦/૨૦૨૪ ના રોજ હળવદ ખાતેથી મહિલા અભિયમ હેલ્પલાઈન ૧૮૧ પર એક જાગૃત નાગરિકે ખોવાયેલી બાળકી અંગે જાણ કરી હતી. ત્યારબાદ આ બાળકીને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના આદેશથી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિદ્યાલય, મોરબી ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.

આ બાળકીનું વ્યવસ્થિત રીતે કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું હતું કે, આ દીકરી મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના નરસુલ્લાગંજનના ચીંચ ગામમાં રહે છે. જેની જિલ્લા બાળ સુરક્ષા એકમ- મોરબી દ્વારા ખરાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ સિહોર અને બાળ ક્લ્યાણ સમિતિ- સિહોર મધ્યપ્રદેશ સાથે સંકલન કરીને બાળકીના ઘર તપાસણી કરવામાં આવી હતી. તેમજ બાળકીને તેના માતા- પિતા સાથે વિડિયો કોલ મારફતે વાતચીત કરાવી હતી.આ બાળકીના માતા-પિતા ગત તારીખ ૨૯-૧૧-૨૪ ના રોજ બાળ કલ્યાણ સમિતિ- મોરબી સમક્ષ રજુ થતા બાળકીનું તેના માતા-પિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સમગ્ર ટીમ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન અને તેમના સભ્યો, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિદ્યાલયના અધિક્ષક અને મેનેજમેન્ટ ટીમના સંયુક્ત પ્રયાસોથી બાળકીનું તેના પરિવાર સાથે પુન:સ્થાપન કરાવવામાં આવ્યું હતું.








Latest News