મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના સોખડા પાસે લૂંટનું તરકટ કરનાર શખ્સ ઉપર કેટલું હતું દેણું ?


SHARE













મોરબીના સોખડા પાસે લૂંટનું તરકટ કરનાર શખ્સ ઉપર કેટલું હતું દેણું ?

મોરબીના સોખડા ગામના પાટિયા પાસે આવેલ પિતૃકૃપા હોટલ નજીક બોલેરો કારને તેની જ કારમાં બાંધીને અજાણ્યા બે શખ્સોએ શરીરે નાનીમોટી ઈજાઓ કરીને રોકડા રૂપિયા ૬.૧૫  લાખની લૂંટ ચલાવી હોવાની જાહેરાત કરી હતી જેની તપાસમાં ફરિયાદી જ આરોપી બની ગયેલ છે અને ગોંડલના વેપારી પાસેથી લીધેલ ડુંગરીના રૂપિયા ન દેવા પડે તે માટે લૂંટનું તરકટ કર્યું હોવાનું કાબુલાત લૂંટની જાહેરાત કરનારા શખ્સે કરી છે જેથી પોલીસે તેની સામે પોલીસને ગુમરાહ કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે

 મોરબી કચ્છ હાઈવે ઉપર આવેલ સોખડા ગામના પાટિયા પાસે પિતૃકૃપા હોટલ નજીક પાર્ક કરેલ બોલેરો કારની અંદર સૂતેલા કારચાલકને બાંધીને મોઢા પર ડૂચો મારીને બે અજાણ્યા શખ્સો દ્વારા ૬.૧૫ લાખની લૂંટ ચલાવવામાં આવેલ છે તે જાહેરાત કરવામાં આવી હતી અને પોલીસે હોટલ ખાતે પહોંચીને સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને લૂંટ ચલાવી નાસી છૂટેલા બે શખ્સોને પકડવા માટે તપાસ શરૂ કરી હતી જો કે, પડધરી ગામે રહેતા જેસંગભાઈ લાધાભાઇ સોલંકી દ્વારા જે રીતે લૂંટની ઘટના અંગેની પોલીસને માહિતી આપવામાં આવી હતી તેના લીધે તે પહેલાથી જ શંકાના દાયરામાં હતો

 આ શખ્સે પોલીસને કહ્યું હતું કે, પોતાની બોલેરો ગાડી લઈને ભુજથી ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને ઊંઘ આવતી હોવાના કારણે તેઓએ સોખડા ગામના પાટિયા પાસે પિતૃકૃપા હોટલના પાર્કિંગમાં પોતાની બોલેરો ગાડી ઊભી રાખી હતી અને ત્યાં પોતે ગાડીની અંદર સુતા હતા ત્યારે અજાણ્યા બે શખ્સોએ ત્યાં આવ્યા હતા અને તેના હાથ બાંધી દીધા અને ત્યારબાદ મોઢા પર ડૂચો મારીને તેની પાસેથી રોકડા રૂપિયા ૬.૧૫ લાખની લૂંટ ચલાવે છે જો કે, પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં તેને લૂંટનું નાટક કર્યું હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

 મોરબી તાલુકાનાં પીઆઇ એમ.આર. ગોઢાણીયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, જેસંગભાઈ સોલંકી ભુજથી આવ્યા ત્યારથી જ લૂંટની ઘટનાનો પ્લાન કરેલ હતો અને તેના ભત્રીજા તેમજ મિત્રને બાઇક ઉપર સાથે લઈને આવ્યા હતા અને હોટલના પાર્કિંગમાં વાહન ઊભું રાખીને ગોંડલના વેપારી તેમજ પોલીસને ગુમરાહ કરવા માટે લૂંટનું નાટક કરવામાં આવ્યું હતું હાલમાં અધિકારી પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ ગોંડલના ડુંગળીના વેપારીને જેસંગભાઈને ૬.૭૫ લાખ રૂપિયા આપવાના હતા અને તેની મુદત હતી જો કે, ડુંગળીના ભાવ ઘટી જવાથી તેને વેપારમાં નુકશાની ગયેલ હોવાથી તેને બિલના રૂપિયા ચૂકવવા ન પડે તે માટે આ લૂંટનું નાટક કર્યું હતું અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ઉપર અંદાજે ૧૦ લાખનું દેણું થઈ ગયું હતું

હાલમાં પોલીસે જણાવ્યુ છે કે, ગઇકાલે વહેલી સવારે લુંટના બનાવની જાહેરાત કરવામાં આવી હતી જેથી ગુન્હો ડીટેકટ કરવા અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવા તજવીજ કરવામાં આવી રહી હતી ત્યારે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયની સૂચના મુજબ ટીમો કામ કરી રહી હતી અને તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયા અને એલસીબી પીઆઇ સહિતની ટીમો મોરબી - કંડલા હાઇવે રોડ ઉપર પિતૃકૃપા હોટેલના પાર્કીંગમાં બનેલ લુંટનો બનાવમાં ભોગબનનાર જેસીંગભાઇ લાધાભાઇ સોલંકી રહે. જડોદરા-કોટડાતાલુકો નખત્રાણા વાળાએ જાહેર કરેલ લુંટનો બનાવ શંકાસ્પદ જણાતા ભોગબનનારને આશ્વાશન આપીને પુછપરછ કરતા ભોગબનનારે જણાવેલ છે કેપોતાના ધંધામાં ખોટ જતા દેણાંમાં આવી જતા અને પૈસાની સગવડ ન હતી જેથી માલ જેમની પાસેથી લીધેલ તે વેપારીઓ પૈસા આપવાનું દબાણ ન કરે તે માટે પોતાના ભત્રીજા પ્રફુલભાઇ ઉર્ફે પપ્પુ સોલંકી તથા તેના ભત્રીજાના મિત્રને મળી પોતાના પર ખોટો લુંટનો પ્લાન બનાવેલ હોવાનું કબૂલ્યું છે આમ પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી ગુન્હો કરેલ હોય આરોપી વિરૂદ્ધ ઇ.પી.કો. કલમ ૧૮૨ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે 






Latest News