ચોમાસા દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ વાવણી પહેલા અને પછી શું સંભાળ લેવી ? મોરબી જિલ્લામાં શિક્ષણનું સ્તર બનશે વધુ ઉજ્જવળ; જિલ્લાને મળ્યા ૩૩ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં ડુબી જતા યુવાનનું મોત: લાશ મળી મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પાવડરના ઢગલાની કુંડીમાં પડી જતાં શ્વાસ રૂંધઇ જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી
Breaking news
Morbi Today

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ મોરબીના ક્લેકટરને આવેદન આપવા સર્વે હિંદુઓને જોડાવા અપીલ


SHARE

















બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ મોરબીના ક્લેકટરને આવેદન આપવા સર્વે હિંદુઓને જોડાવા અપીલ

બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી રાજકીય અસ્થિરતા વચ્ચે ત્યાંના હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુ મંદિરો પર સતત હુમલાઓ થઈ રહ્યા છે, મુર્તીઓ તોડવામાં આવી રહી છે. હિંદુઓની બહેન દિકરીઓ સુરક્ષિત નથી તથા સાથોસાથ હિંદુઓના ધંધા વ્યવસાયના સ્થાનોને પણ ઈરાદાપૂર્વક સુનિયોજિત રીતે ટાર્ગેટ કરી લુંટવામાં આવી રહ્યા છે અને ત્યાંની સરકાર મૂળ પ્રેક્ષક બની આ તમાશાને એક પ્રકારે સમર્થન આપી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. વળી વિવિધ હિંદુ સંતો પર પણ ખોટા કેસ કરી હિંદુ સંગઠનોને પ્રતિબંધિત કરવામાં આવી રહ્યા છે.

આ તમામ બનાવને વખોડી કાઢવા તેમજ ત્યાંના હિંદુ ભાઈ બહેનોની સલામતી માટે ચોક્કસ પગલા ભરવાની માંગણી સાથે આક્રોશીત અને વ્યથિત હિંદુ સમાજ હિંદુ અસ્મિતા મંચ મોરબીના બેનર હેઠળ કાલે તા 3/12 ને મંગળવારે બપોરે 11 વાગ્યે સામેકાંઠે સેવાસદન ખાતે કલેકટરને આવેદન પત્ર આપી બાંગ્લાદેશના હિંદુઓના સમર્થનમાં યોગ્ય રજૂઆત કરશે. આ કાર્યક્રમમાં પ્રત્યેક જ્ઞાતિ, સમાજ અને સંગઠનના હિંદુ ભાઈ બહેનોને જોડાવા અપીલ કરવામાં આવે છે.




Latest News