બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ મોરબીના ક્લેકટરને આવેદન આપવા સર્વે હિંદુઓને જોડાવા અપીલ
મોરબીમાં આરએસએસના કાર્યકર્તાઓ માટે ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો શો ગોઠવાયો
SHARE









મોરબીમાં આરએસએસના કાર્યકર્તાઓ માટે ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો શો ગોઠવાયો
મોરબીમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ તેમજ સંઘના જુદાં જુદાં ક્ષેત્રો જેવાકે વિશ્વ હિન્દૂ પરિષદ વિદ્યાભારતી,ભારત વિકાસ પરિષદ, આરોગ્ય ભારતી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય કિશાન સંઘ, ભારતીય જનતા પાર્ટી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સહકાર ભારતી, અધિવકતા પરિષદ સીમા જાગરા મંચ, ગ્રાહક પંચાયત, સંસ્કૃત ભારતી, હિંદુ જાગરણ મંચ, ક્રીડા ભારતી, સક્ષમ, ભારતીય મજદૂર સંઘ,નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન લઘુ ઉદ્યોગ ભારતી સ્વદેશી જાગરણ મંચ, ભારતીય વિચાર મંચ, રાષ્ટ્ર સોવિકા સમિતિ વગેરે મોરબીમાં ચાલતા રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના 23 જેટલા ક્ષેત્રોના પ્રમુખ કાર્યકર્તાઓ માટે નેકસસ સિનેમા હોલમાં ધ સાબરમતી રીપોર્ટ ફિલ્મના શોનું ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કાર્યકર્તાઓ સહ પરિવાર હાજર રહ્યા હતા.
