મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વૃદ્ધ પાસેથી 18 હજારની રોકડની ચોરી કરવાના ગુનામાં રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ: મહિલા સહિત બે આરોપીની શોધખોળ હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રેડિંગના ધંધા માટે રૂપિયા લેનાર યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવનાર વધુ એક આરોપી ઝડપાયો


SHARE

















મોરબીમાં ટ્રેડિંગના ધંધા માટે રૂપિયા લેનાર યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવનાર વધુ એક આરોપી ઝડપાયો

મોરબીમાં રહેતા યુવાને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવો હતો જેથી તેને રૂપિયાની જરૂરિયાત હોય તેણે પોતાના મિત્રને વાત કરી હતી ત્યારબાદ તે મિત્રએ તે યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવ્યો હતો અને જુદા જુદા વ્યક્તિઓ પાસેથી 30 ટકા વ્યાજે પૈસા અપાવ્યા હતા અને તેના બદલામાં વ્યાજે પૈસા અપાવનાર મિત્રએ તગડું કમિશન લીધું હતું. અને વ્યાજખોરો દ્વારા વ્યાજ લેવામાં આવી રહ્યું હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પહેલા ત્રણ શખ્સને પકડ્યા હતા અને હાલમાં વધુ એક શખ્સને પકડીને કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં પંચાસર રોડે સંકલ્પ હાઈટસ-1 બ્લોક નં-103 માં રહેતા ધાર્મિકભાઈ કમલેશભાઈ ઠોરીયા (21)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ રબારીમાધવ બોરીચાભરતભાઈ બોરીચાશિવમભાઈ બોરીચાહીરાભાઈ ભરવાડ અને પંકજ ઉર્ફે ધવલ ફેફરની સામે ફરિયાદ નોંધાવેલ હતી કેતેને ટાઈલ્સ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવો હતો જેથી ફરિયાદીએ પોતાના મિત્ર પંકજ ફેફરને પૈસાની જરૂર છે તેવી વાત કરી હતી જેથી પંકજ ફેફરે આરોપી સુરેશભાઈ રબારીનો સંપર્ક કરાવ્યો હતો અને તેની પાસેથી 30 ટકા વ્યાજ લેખે 1.5 લાખ રૂપિયા ફરિયાદી યુવાને અપાવ્યા હતા અને તેની સામે ફરિયાદી તેને અત્યાર સુધીમાં 30,000 રૂપિયા ચૂકવ્યા છે. ત્યારબાદ માધવ બોરીચા પાસેથી 30 ટકા વ્યાજ લેખે 50,000 રૂપિયા અપાવ્યા હતા જેની સામે તેને 15 હજાર રૂપિયા ચૂકવ્યા છે. તો ભરત બોરીચા પાસેથી રોજના 2,000 લેખે 2 લાખ રૂપિયા 30 ટકા વ્યાજ લેખે લીધેલ હતા અને શિવમ રબારી પાસેથી રોજના 5,000 રૂપિયા લેખે 5 લાખ રૂપિયા 30 ટકા વ્યાજ લેખે યુવાને લીધા હતા અને શિવમ રબારી પાસેથી રૂપિયા લીધા ત્યારે હીરાભાઈ ભરવાડ વચ્ચે હોય તેના દ્વારા પણ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. જેથી યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પહેલા આ ગુનામાં આરોપી હીરા રતાભાઈ ખીંટ, મોહન ઉર્ફે શિવમ ભગવાનજીભાઇ ભૂંભરિયા અને સુરેશ હકા ભૂંભરિયાને પકડીને કાર્યવાહી કરી હતી અને હાલમાં આ ગુનામાં પીએસઆઈ સી.એચ. સોંન્દરવા અને રાઇટર ભવિનભાઇ ગઢવી દ્વારા મૂળુ ઉર્ફે માધવ માયાભાઇ ગોગરા જાતે બોરીચા (25) રહે. બેલા (આમરણ) વાળાને પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.




Latest News