મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને વ્યાજના ચૂંગાલમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનારા 6 પૈકીનાં 2 ની આરોપીની ધરપકડ: એક જેલ હવાલે, એક જામીન મુક્ત


SHARE













મોરબીમાં યુવાનને વ્યાજના ચૂંગાલમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનારા 6 પૈકીનાં 2 ની આરોપીની ધરપકડ: એક જેલ હવાલે, એક જામીન મુક્ત

મોરબીમાં યુવાનને ઓનલાઇન જુગારની આઈ.ડી. બનાવી આપવામાં આવી હતી અને ત્યાર બાદ તે યુવાનને જુગાર રમવા માટે રૂપિયા પણ આપવામાં આવ્યા હતા જે રૂપિયા જુગારમાં હારી ગયેલા યુવાનને વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયો હતો અને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેથી 30 થી 60 ટકા સુધી વ્યાજ લેનારા શખ્સો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતાં હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને યુવાને 6 શખ્સોની સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ હતી તે ગુનામાં બે આરોપીને પકડીને પોલીસે કાર્યવાહી કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં રવપર રોડ ઉપર સ્વાગત હોલની પાછળ આવેલ જલારામ સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષકના દીકરા વિનાયક મણીલાલ મેરજા (20)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ક્રુણાલ ઉર્ફે ભુરો નિતેશભાઇ ઓગણજા, રાહુલભાઇ જારીયા, જયરાજ સવસેટા, મિલનભાઇ પકાભાઇ ફુલતરીયા, માધવ જીલરીયા અને રાધે ડાંગર ની સામે નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે, તે વર્ષ 2022 માં મોરબી નિર્મલ સ્કુલમાં ધો. 12 મા અભ્યાસ કરતો હતો ત્યારે તે તેના મમ્મીના મામાના દિકરાનો દિકરા કુણાલ ઉર્ફે ભુરો ઓગણજાની ઉમીયા સર્કલ પાસે શોપીંગ સેન્ટરમાં શિવાય ફાયનાન્સ નામની ઓફીસ હતી ત્યાં તે અવારનવાર બેસવા જતો હતો અને કુણાલ પોતે પોતાની ઓફીસે ઓનલાઈન જુગારની આઈ.ડી. બનાવી રમતો હતો જેથી ફરિયાદીને પણ ઓનલાઈન જુગાર રમવાનો શોખ થયો હતો અને જેથી કરીને કુણાલે ફરિયાદીને તેની જ ઓફીસે તેના મોબાઇલમા ઓનલાઇન જુગાર માટે આઈ.ડી. બનાવી આપી હતી અને તે આઇ.ડી. માં પાંચ લાખ કુણાલે પોતાના આઈ.ડી.માથી ક્રેડીટ પેટે ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ ફરિયાદી તે રકમ જુગારઆ હારી ગયો હતો જેથી જુદાજુદા પાંચ શખ્સ કે જે કુણાલની ઓફિસે આવતા હતા તેની સાથે સંપર્ક હોવાથી કુણાલને રૂપિયા આપવા માટે જુદાજુદા લોકો પાસેથી 30 થી લઈને 60 ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે ઘણી રકમ આપવામાં આવી હતી તો પણ વ્યાજનું વ્યાજ અને પેનલ્ટી ગણીને યુવાન પાસેથી લાખો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપવામાં આવતી હતી. જેથી ગેંગ બનાવીને વ્યાજના ચક્રમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનારા 6 શખ્સોની સામે યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં પીએસઆઈ સી.એચ. સોંન્દરવા અને રાઇટર ભવિનભાઇ ગઢવી દ્વારા  આરોપી મિલનભાઇ પ્રકાશભાઈ ઉર્ફે પકાભાઇ ફુલતરીયા (32) રહે. ઉમા ટાઉનશિપ મોરબી અને મેહુલ ઉર્ફે માધવ લાખાભાઈ જીલરીયા (27) રહે. રવાપર વાળાની ધરપકડ કરી હતી અને બંને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે પૈકીનાં મિલનભાઇ ફુલતરીયાના જામીન મંજૂર થયેલ છે જો કે આરોપી મેહુલ ઉર્ફે માધવ જીલરીયાને જેલ હવાલે કરેલ છે.




Latest News