મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ ડિસેમ્બરના રોજ યોજાશે
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ અપાઈ
SHARE
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ અપાઈ
હાલના સમયમાં અયોગ્ય અને અનિયમિત ખાનપાન અને જીવન શૈલીના લીધે યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળે છે ત્યારે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા દ્વારા આ દિશામાં વિધાર્થીઓમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી રોટરી કલબના સહયોગથી કોલેજના વિધાર્થીઓ માટે ખાસ CPR અંગેની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. અને આકસ્મિક હાર્ટ એટેકના કિસ્સાઓમાં કઈરીતે અસરકારક CPR તાલીમ દ્વારા માનવ જિંદગી બચાવી શકાય તે અંગે મોરબી સિવિલ હોસ્પીટલના નિષ્ણાંત તબીબો ડો.હર્ષિત શાહ, ડો.અક્ષય ટાંક તથા ડો.રાજેન્દ્ર લોરિયા ના માર્ગદર્શન હેઠળ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, તથા હોદેદારો બંસીબેન શેઠ, અશોકભાઈ મહેતા અને મનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને અંતમાં સંસ્થા વતી આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટે તમામનો આભાર વ્યક્ત કાર્યો હતો.









