મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ અપાઈ
હળવદના વેગડવાવ ગામ નજીક પેટ્રોલ પંપમાંથી 34 હજારના મુદામાલની ચોરીના ગુનામાં ત્રણ પૈકીનાં બે આરોપી ઝડપાયા
SHARE
હળવદના વેગડવાવ ગામ નજીક પેટ્રોલ પંપમાંથી 34 હજારના મુદામાલની ચોરીના ગુનામાં ત્રણ પૈકીનાં બે આરોપી ઝડપાયા
હળવદના વેગડવાવ ગામ પાસે આવેલ જય ભવાની પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપમાં નંબર પ્લેટ વગરની સેવીફટ ગાડી લઈને આવેલા અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા ટેબલના ખાનામાંથી 33 હજાર રૂપિયા રોકડા તથા 1,000 રૂપિયાની કિંમતની સ્માર્ટવોચ આમ કુલ મળીને 34,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ હતી જેની ફરિયાદ નોંધાયેલ હતી તે ગુનામાં પોલીસે બે આરોપીની રોકડા રૂપિયા તેમજ કાર સહિત કુલ મળીને 1,62,500 ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
હળવદના ઇસનપુર ગામે રહેતા અને વેગડવાવ ગામ પાસે આવેલ જય ભવાની પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપના નોકરી કરતા ગગજીભાઈ રમેશભાઈ સારોલા (20) નામના યુવાને અજાણ્યા ત્રણ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તા. 30/11 ના સવારે 6:15 થી 6:30 ની વચ્ચે નંબર પ્લેટ વગરની ગ્રે કલરની મારુતિ સ્વીફ્ટ ગાડીમાં અજાણ્યા ત્રણ શખ્સો પેટ્રોલ પંપે આવ્યા હતા ત્યારે પેટ્રોલ પંપનો એક કર્મચારી ત્યાં સૂતો હતો અને ફરિયાદી ગગજીભાઈ વોકિંગમાં ગયા હતા. દરમિયાન નંબર પ્લેટ વગરની ગાડીમાં આવેલા આ ત્રણ શખ્સો દ્વારા પેટ્રોલ પંપની ઓફિસના ટેબલના ખાનામાં પડેલા રોકડા 33 હજાર રૂપિયા તથા ત્યાં ટેબલ ઉપર પડેલ સ્માર્ટ વોચ જેની કિંમત 1,000 આમ કુલ મળીને 34,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આ ગુનામાં એલસીબીની ટીમે આરોપી સુલેમાન ઉર્ફે લક્કી અલ્લાહબક્ષ સાલેભાઈ સમા અને મુસ્તાક પચાણભાઈ સમાં રહે બંને માધાપર ભુજ વાળાને ઝડપી લીધેલ છે અને તેની પાસેથી રોકડ 31 હજાર તેમજ 1 હજારની કિંમતની સ્માર્ટ વોચ અને 30500 ની કિંમતના 3 મોબાઈલ ફોન અને 1 લાખની કિંમતની સ્વીફ્ટ કાર આમ કુલ મળીને 1,62,500 નો મુદામાલ કબજે કરેલ છે. જયારે અન્ય એક આરોપી ઇશા રાયબ સમા રહે. જુના દેઢીયા તાલુકો ભુજ વાળાની શોધખોળ ચાલી રહી છે.