સરકાર દ્વારા પ્રિ-સ્કુલ માટે બનાવાયેલ નવા નિયમોનો મોરબીમાં પ્રિ-સ્કુલના સંચાલકો દ્વારા વિરોધ
SHARE
સરકાર દ્વારા પ્રિસ્કુલ માટે બનાવાયેલ નવા નિયમોનો મોરબીમાં પ્રિસ્કુલના સંચાલકો દ્વારા વિરોધ
રાજ્ય સરકાર દ્વારા પ્રિ સ્કૂલના સંચાલકો માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે જેના વિરોધમાં આજે મોરબીની જુદી જુદી 60 જેટલી પ્રિસ્કુલ ના સંચાલકો દ્વારા કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું છે અને સરકાર દ્વારા જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર અપાયું છે. અને ભાડા કરાર માટેનો સમયગાળો ઘટાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર શૈક્ષણિક સંસ્થાઓના બિલ્ડીંગ ઊભા કરવામાં આવ્યા છે પરંતુ તેમાં કેટલીક જગ્યાએ સરકારના નીતિ નિયમો નો ઉલાળીયો થતો હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે જોકે રાજ્ય સરકાર દ્વારા પ્રિ સ્કૂલ માટેના નવા નિયમો બનાવવામાં આવ્યા છે અને તે નવા નિયમોના વિરોધમાં આજે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં આવેલ કલેક્ટર કચેરી ખાતે જઈને મોરબીની જુદી-જુદી 60 જેટલી પ્રિ સ્કુલના સંચાલકો અને પ્રિન્સિપાલો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે
પ્રિસ્કુલના સંચાલક કાજલબેન ઠક્કરે જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં બીયુ સર્ટિફિકેટ, ભાડા કરાર સહિતના જે નિયમો બનાવવામાં આવ્યા છે તેની અમલવારી થઈ શકે તેમ નથી તેવી હાલમાં રજૂઆત કરવામાં આવી છે અને જો સરકાર દ્વારા નવા નિયમોની અમલવારી કરાવવામાં આવશે તો મોટાભાગની પ્રિ સ્કુલો બંધ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી રજૂઆત કરવામાં આવેલ છે
આવી જ રીતે પ્રિસ્કુલના સંચાલક યાપલબેન પટેલે જણાવ્યું હતું કે અમે સરકારની સાથે જ સરકાર પણ અમારી મુશ્કેલી સમજે કે, બીયુ પરમિશન મળે તેવી કોઈ શક્યતા જ નથી અને ભાડા કરાર માટે જે 15 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે તેના બદલે બેથી ત્રણ વર્ષ જો નિયમ કરી આપવામાં આવે તો પ્રિ સ્કુલો ચાલુ રહી શકે તેમ છે નહીં તો જુદી જુદી પ્રિ સ્કૂલના લગભગ 600 જેટલા સ્ટાફ અને ત્યાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને આગામી સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.