સરકાર દ્વારા પ્રિ-સ્કુલ માટે બનાવાયેલ નવા નિયમોનો મોરબીમાં પ્રિ-સ્કુલના સંચાલકો દ્વારા વિરોધ
મોરબીમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું
SHARE
મોરબીમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી રાજકીય અસ્થિરતા વચ્ચે ત્યાંના હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અને ત્યાં હિંદુ મંદિરો પર સતત હુમલાઓ કરીને મુર્તીઓ તોડવામાં આવી રહી છે. હિંદુઓની બહેન દિકરીઓ સુરક્ષિત નથી તથા સાથોસાથ હિંદુઓના ધંધા વ્યવસાયના સ્થાનોને પણ ઈરાદાપૂર્વક ટાર્ગેટ કરી લુંટવામાં આવી રહ્યા છે અને ત્યાંની સરકાર મૂકપ્રેક્ષક બનીને તમાશાને સમર્થન આપી રહી છે અને ત્યાં વિવિધ હિંદુ સંતો પર પણ ખોટા કેસ કરી હિંદુ સંગઠનોને પ્રતિબંધિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં હિંદુ અસ્મિતા મંચ મોરબીના બેનર હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા સહિતના હિન્દુ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. અને બાંગ્લાદેશના તમામ બનાવને વખોડી કાઢીને હિંદુ ભાઈ-બહેનોની સલામતી માટે ચોક્કસ પગલા ભરવાની માંગ કરી હતી. અને મોરબીમાં હિંદુ સમાજ અને હિંદુ અસ્મિતા મંચના બેનર હેઠળ કલેકટરને આવેદન પત્ર આપીને બાંગ્લાદેશના હિંદુઓના સમર્થનમાં રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં પ્રત્યેક જ્ઞાતિ, સમાજ અને સંગઠનના હિંદુ ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ કલેકટર કચેરીના પ્રાંગણમા રામ ધૂન બોલાવી હતી. અને હિન્દુઓ ઉપર થતાં અત્યાચાર અને મહિલાઓની અસલામતી બાબતે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે બાંગ્લાદેશની સાંપ્રત પરિસ્થિતિ વચ્ચે હિન્દુઓની રક્ષા, સલામતી, મહિલાઓને રક્ષણ તેમજ આનુષંગિક બાબતે રજૂઆત સાથે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીને આવેદન આપ્યું હતું.