મોરબીમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું
મોરબીની નવયુગ કોલેજમાં એઇડ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
SHARE
મોરબીની નવયુગ કોલેજમાં એઇડ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે કોલેજનાં વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા માટે મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સેમિનારમાં ઇન્ડિયન મેડિકલ એસો.ના મોરબીના ડો. હીનાબેન મોરી અને ડો. જયેશભાઈ સનારિયાએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ખાસ કરીને એઇડ્સ રોગને અટકાવવા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમ કે એઇડ્સ શું છે? HIV/AIDS કઈ રીતે ફેલાય છે ? તેની સમજૂતી, HIV/AIDS નાં લક્ષણો, HIV/AIDS થી બચવાના ઉપાયો અને તેની સારવારની સમજૂતી, એઇડ્સ કેવી રીતે ફેલાય નહી? એઇડ્સ એ પ્રાણ ઘાતક નથી, કારણ કે એઇડ્સની દવાઓ(ART) થી વાયરસ વધતા અટકાવી શકાય છે. પરંતુ મટાડી શકાતો નથી જેવા મુદ્દા પર વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા લોકોમાં જાગૃતિ માટે એઇડ્સનો સિમ્બોલ બનાવવામાં આવ્યો હતો. અને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. અને સેમિનારમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા અને દરેક કોલેજના પ્રિન્સિપાલ તેમજ વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા.