મોરબીના જૂના ઘૂટું રોડે આગ લાગતાં છોટાહાથી વાહન સંપૂર્ણ બળીને ખાખ: કોઈ જાનહાનિ નહીં
SHARE
મોરબીના જૂના ઘૂટું રોડે આગ લાગતાં છોટાહાથી વાહન સંપૂર્ણ બળીને ખાખ: કોઈ જાનહાનિ નહીં
મોરબીના જુના ઘૂટું રોડ પરથી છોટા હાથી વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે તે વાહનમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે ત્યાં જઈને આગને કાબુમાં લીધેલ હતી જો કે, આગના લીધે વાહન બળીને ખાખ થઈ ગયેલ છે.
આજે સાંજના સમયે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર ઘૂટું ગામ તરફ જવાના રસ્તા ઉપરથી છોટાહાથી વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે વાહનમાં આગ લાગવાની ઘટના બની હતી જેથી વાહન ચાલક તાત્કાલિક વાહનમાંથી નીચે ઉતરી ગયો હતો અને આ બનાવ અંગેની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જોકે, ફાયરની ટીમ દ્વારા ત્યાં પહોંચીને વાહનમાં લાગેલી આગ કાબુમાં લેવામાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં છોટાહાથી વાહન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું અને આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને ઈજા થયેલ નથી અને વાહનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઇ રહી છે.