મોરબીમાં વ્યાજખોરીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીનો જામીન પર છુટકારો
મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત નિપજાવનાર ટ્રેક કન્ટેનરના ચાલકની ધરપકડ
SHARE
મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત નિપજાવનાર ટ્રેક કન્ટેનરના ચાલકની ધરપકડ
મોરબીના ગાળા ગામના પાટીયા પાસે ડમ્પર અને ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ડમ્પરની કેબિનનો ભુક્કો બોલી ગયો હતો જેથી તેમાં દબાઈ જવાના લીધે ડમ્પરના ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા વિજયભાઈ દયાળજીભાઈ શેખવા (26) નામના યુવાને ટ્રક કન્ટેનર નંબર જીજે 12 બીએક્સ 5051 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ ગાળા ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપરની કટ પાસેથી તેમના ભાઈ અરવિંદભાઈ દયાળજીભાઈ શેખવા (32) શિવ શક્તિ રોડવેઝનું ડમ્પર નંબર જીજે 36 વી 3011 લઈને મોરબીથી માળીયા તરફ જઈ રહ્યા હતા દરમિયાન આરોપીએ તેના હવાલા વાળા ટ્રક કન્ટેનરને રોડ વચ્ચેની કટમાંથી બહાર કાઢતા ડમ્પર અને ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પરની કેબીનમાં દબાઈ જવાના કારણે બંને પગમાં તથા માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી ફરિયાદીના ભાઈનું મોત નીપજ્યું હતું અને અકસ્માત બાદ ટ્રક કન્ટેનરનો ચાલક પોતાના હવાલા વાળું વાહન ત્યાં મૂકીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.બી. ડાંગર અને રાઇટર વિજયભાઈ સવસેટાએ આરોપી સોહનસિંગ દેવરાજસિંગ ચૌધરી (49) રહે. હાલ ગાંધીધામ મૂળ રહે હિમાચલપ્રદેશ વાળની ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.