હળવદ નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી સુરેન્દ્રનગરના વૃદ્ધનું મોત
મોરીબમાં વ્યાજખોરોએ ત્રણ એક્ટિવા-એક કાર પડાવી લેવાના ગુનામાં વધૂ એક આરોપી ઝડપાયો
SHARE
મોરીબમાં વ્યાજખોરોએ ત્રણ એક્ટિવા-એક કાર પડાવી લેવાના ગુનામાં વધૂ એક આરોપી ઝડપાયો
મોરબીમાં રહેતા આધેડને ધંધા માટે રૂપિયાની જરૂરી હતી જેથી વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાયા હતા અને બાદમાં આધેડના પત્નીની સારવાર માટે અને વ્યાજખોરોને વ્યાજ આપવા માટે જુદાજુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે ત્રણ એક્ટિવા અને એક કાર પડાવી લેવામાં આવેલ હતી તો પણ આધેડ અને તેના દીકરોને ચેક રિટર્ન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબીમાં આવેલ ગૌરાંગ શેરી પારેખ શેરીમાં આવેલ પ્રતિભા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા ઉમંગભાઈ બિમલભાઇ મકવાણા (21)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડ, તુફેલ અલીભાઇ ગલરીયા, અનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા, હસનઅલી બ્લોચ, હીરાભાઇ દેવસીભાઇ રબારી, જુબેર અલીભાઇ ગલરીયા, ભાવીક વિમલભાઇ સેજપાલ અને ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના પિતાએ ધંધા માટે અને ત્યાર બાદ તેની માતાની સારવાર માટે જુદા જુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ વ્યાજખોરોના ચક્રમાંથી નીકળવા માટે ઉચાં વ્યાજે જુદાજુદા કુલ મળીને આઠ શખ્સો પાસેથી આધેડ અને તેના દીકરે વ્યાજેરૂપિયા લીધા હતા અને વ્યાજે રૂપિયા લીધેલ રૂપિયાની સામે ત્રણ એક્ટિવા અને એક કાર પડાવી લેવામાં આવેલ હતી તો પણ આધેડ અને તેના દીકરોને ચેક રિટર્ન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે ફરિયાદ આધારે પહેલા ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ આ ગુનામાં પોલીસે આરોપી હસન અલીભાઈ બ્લોચ (31) રહે. મકરાણીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.