ટંકારામાં ભંગારના ડેલામાં લાગેલી આગ ફાયરની ટીમે કાબુમાં લીધી
હળવદ પંથકમાંથી ખાણ ખનીજની ટીમે રેતીની હેરફેરી કરતાં ત્રણ ડમ્પર પકડ્યા
SHARE
હળવદ પંથકમાંથી ખાણ ખનીજની ટીમે રેતીની હેરફેરી કરતાં ત્રણ ડમ્પર પકડ્યા
મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં રેતીની બેફામ ચોરી કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લા ખાણખનિજ વિભાગની ટીમે રેડ કરીને હાલમાં ત્રણ ડમ્પર ઝડપી લીધેલ છે અને ત્રણેય વાહનને હળવદ પોલીસે મથકે મૂકવામાં આવેલ છે અને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ખનીજ ચોરીની ફરિયાદ ઉઠી રહી છે ત્યારે હવે ખાણ ખનીજ વિભાગની ટીમ જુદાજુદા વિસ્તારમાં કાર્યવાહી કરી રહી છે અને આજે બપોર પછી મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રેડ કરવામાં આવી હતી ત્યારે રેતીની હેરફેરી કરતાં ત્રણ ડમ્પરને પકડવામાં આવેલ છે અને કુલ મળીને ૫૦ લાખનો મુદામાલ હળવદ પોલીસ મથકે મૂકવામાં આવેલ છે અને વાહનના માલિકો પાસેથી દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં માહિતી આપતા મોરબી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરે જણાવ્યુ હતુ કે, હળવદ પંથકમાં સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વાહન કરનાર ત્રણ ડમ્પર હાલમાં પકડવામાં આવે લ્ચે અને કુલ મળીને ૫૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. અને આવી જ રીતે જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં કામગીરી ચાલુ જ રાખવામા આવશે.