હળવદ પંથકમાંથી ખાણ ખનીજની ટીમે રેતીની હેરફેરી કરતાં ત્રણ ડમ્પર પકડ્યા
ભારે વાહનોનું મોરબીમાં સરપ્રાઈઝ ચેકિંગ: 450 વાહનો ચેક કરી 13 ડિટેઇન, 18 સામે ફરિયાદ, 53 દંડાયા
SHARE
ભારે વાહનોનું મોરબીમાં સરપ્રાઈઝ ચેકિંગ: 450 વાહનો ચેક કરી 13 ડિટેઇન, 18 સામે ફરિયાદ, 53 દંડાયા
મોરબી જીલ્લામાં અવાર નવાર બાઇક અને કાર ચલાવતા વાહન ચાલકોને પોલીસને કોંબિંગમાં દંડવામાં આવતા હતા જેથી કરીને તાજેતરમાં રેન્જ આઇજી મોરબીમાં આવ્યા હતા ત્યારે મોરબી જીલ્લામાં સૌથી વધુ અકસ્માત કરતાં ભારે વાહનો સામે કેમ ઝુંબેશ કરવામાં આવતી નથી તેવો સવાલ પત્રકાર દ્વારા પુછવામાં આવેલ હતો ત્યાર બાદ આજે એસપીની સૂચનાથી જીલ્લામાં ભારે વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ ડ્રાઈવ દરમ્યાન 450 વાહનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં 13 વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા અને રોંગ સાઈડ તેમજ ઓવર સ્પીડના લીધે 18 ભારે વાહનોના ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી
મોરબી જીલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જીલ્લામાં સમયાંતરે ટ્રાફિકના નિયમન માટે ડ્રાઈવ ગોઠવવામાં આવે છે તેવામાં ભારે વાહનો માટેની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક નિયમોની અમલવારી માટે જિલ્લાના પાંચેય તાલુકામાં સરપ્રાઈઝ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે કુલ મળીને 450 વાહનો ચેક કર્યા હતા જેમાં નંબર પ્લેટ વગરના 13 વાહનો મળી આવ્યા હતા જેથી તેને ડીટેઈન કર્યા હતા અને રોંગ સાઈડ તેમજ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 18 વાહન ચાલકો સામે ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ડ્રાઈવ દરમ્યાન લાયસન્સ ન હોય તેવા 27 અને વાહનના કાગળો ન હોય તેવા 26 વાહન ચાલકો પાસેથી દંડ લેવામાં આવ્યો હતો. તે ઉપરાંત HSRP નંબર પ્લેટ વગરના અને તૂટેલી નંબર પ્લેટ સહિતના 40 વાહન ચાલકો સામે કેસ કર્યા હતા. અને આ ચેકિંગ ડ્રાઈવમાં કુલ 62,300 નો દંડ વસુલ કરવામાં આવેલ છે.