મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરીબમાં ત્રણ એક્ટિવા-એક કાર પડાવી લેવાના ગુનામાં વધૂ એક વ્યાજખોર પકડાયો: કુલ ચાર ઝડપાયા


SHARE













મોરીબમાં ત્રણ એક્ટિવા-એક કાર પડાવી લેવાના ગુનામાં વધૂ એક વ્યાજખોર પકડાયો: કુલ ચાર ઝડપાયા

મોરબીમાં રહેતા આધેડને ધંધા માટે રૂપિયાની જરૂરી હતી જેથી વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાયા હતા અને બાદમાં આધેડના પત્નીની સારવાર માટે અને વ્યાજખોરોને વ્યાજ આપવા માટે જુદાજુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે ત્રણ એક્ટિવા અને એક કાર પડાવી લેવામાં આવેલ હતી તો પણ આધેડ અને તેના દીકરોને ચેક રિટર્ન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીમાં આવેલ ગૌરાંગ શેરી પારેખ શેરીમાં આવેલ પ્રતિભા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા ઉમંગભાઈ બિમલભાઇ મકવાણા (21)એ થોડા દિવસો પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડતુફેલ અલીભાઇ ગલરીયાઅનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજાહસનઅલી બ્લોચહીરાભાઇ દેવસીભાઇ રબારીજુબેર અલીભાઇ ગલરીયાભાવીક વિમલભાઇ સેજપાલ અને ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના પિતાએ ધંધા માટે અને ત્યાર બાદ તેની માતાની સારવાર માટે જુદા જુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ વ્યાજખોરોના ચક્રમાંથી નીકળવા માટે ઉચાં વ્યાજે જુદાજુદા કુલ મળીને આઠ શખ્સો પાસેથી આધેડ અને તેના દીકરે વ્યાજેરૂપિયા લીધા હતા અને વ્યાજે રૂપિયા લીધેલ રૂપિયાની સામે ત્રણ એક્ટિવા અને એક કાર પડાવી લેવામાં આવેલ હતી તો પણ આધેડ અને તેના દીકરોને ચેક રિટર્ન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે ફરિયાદ આધારે પહેલા ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ આ ગુનામાં પોલીસે આરોપી પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડ (30) રહે. નાની માધાણી શેરી કંસારા શેરી પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

પ્રેમી પંખીડા પકડાયા

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનામાં પ્રેમી પંખીડા હોવાની બાતમીના આધારે ઓડીસા પોલીસ મોરબી આવી હતી અને ઓડીસાના નીલગીરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવેલું હોય તપાસ કરવામાં આવતા મોરબીના ઊંચી માંડલ ગામે કારખાનામાંથી ભોગ બનનાર સગીરા તથા આરોપી બુદ્ધિયાભાઈ રબેન્દ્રભાઈ મહાલી (ઉમર ૨૬) મૂળ રહે.ઓડીસા હાલ મોરબી વાળાને મોરબી ખાતેથી પકડ્યા હતા અને તપાસના કામે બંનેને સાથે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.






Latest News