ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટુ અને ફોર વ્હીલરના ફેન્સી  નંબરની ઓનલાઇન અરજી કરી શકાશે


SHARE







મોરબી જિલ્લાના ટુ અને ફોર વ્હીલરના ફેન્સી  નંબરની ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે જીજે ૩૬ એડી તથા ફોર વ્હીલર માટે જીજે ૩૬ એસી સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૧૭/૧૧/૨૦૨૧ થી તા.૨૦/૧૧/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૧/૧૧/૨૦૨૧ થી તા.૨૨/૧૧/૨૦૨૧ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૩/૧૧/૨૦૨૧ ના રોજ ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.  

જિલ્લામાં ગ્રામસભાઓ યોજાશે

ચાલુ વર્ષે પીપલ્સ પ્લાન કેમ્પેઈન અંતર્ગત ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (GDP) તૈયાર કરવામાં આવી રહ્યો છે. સમગ્ર કામગીરી માટે સબંધિત વિભાગોને વિવિધ યોજનાઓમાં સમાવેશ કરીને ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ અંતર્ગત સર્વગ્રાહી પ્લાન બનાવવા આવશે. આ કામગીરી અંતર્ગત મોરબી જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં આગામી તા. ૧૦-૧૧ થી ૧૦-૧૨ સુધી ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ ગ્રામસભાઓમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહી સંબંધિત વિભાગની યોજનાની ગ્રામસભામાં માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત સરકારના પંચાયતગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જણાવેલ તમામ કાયમી મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવશે.






Latest News